હવે આ મળવાનું! – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન : જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

.

અમસ્તુંયે હવે ક્યાં થાય મળવાનું ?
સમયની ધારથી વ્હેરાય મળવાનું

ભલે સામે જ હો, પણ ના મળે નજરો
છતાં આને જ તો કહેવાય મળવાનું!

તું ઝાલી હાથ મારો ચાલ પળ બે પળ
ભલે ને બે’ક પળ જીવાય મળવાનું

કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
બને ના શક્ય કે શોધાય મળવાનું !

અમે તો રાહ જોઈ શ્વાસ આખર લગ
હજી પણ ‘ભગ્ન’ જો હિજરાય મળવાનું!
-જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

4 replies on “હવે આ મળવાનું! – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન””

 1. મનસુખલાલ ગાંધી says:

  સરસ ગીત છે.
  મનસુખલાલ ગાંધી

 2. NARENDRA VED says:

  કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
  બને ના શક્ય કે શોધાય મળવાનું !

  બહુ જ સુન્દર.

 3. ચારૂ says:

  અરે ભભગ્ન દિલ તોડી નાખ્યુ

 4. Vaishali Radia says:

  સમયની ધારથી વહેરાય‌ મળવાનું……કેટલાં ધારદાર શબ્દો અને સચોટ ભાવ! આજના યુગમાં મળવાનો મતલબ જ ક્યાંક તો જાણે મતલબી થઈ ગયો છે અને ક્યાંક મળીએ છતાં અધૂરાં! દરેક શેરમાં સરસ ભાવ જયશ્રીબેનને ખૂબ અભિનંદન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *