સૌ પ્રથમ તો – અનિલ ચાવડા

A brand new Group Gujarati Ghazal recorded during the Coronavirus Quarantine following all Quarantine protocols.

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો અમિયલ કેફ , મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
કે ભલે દુનિયાથી ઊઠી જઉં હવે, ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

A brand new Group Gujarati Ghazal recorded during the Coronavirus Quarantine following all Quarantine protocols.
Lyrics: Anil Chavda
Music Composition, Arrangement, Programming: Asim Mehta
Vocal Arrangement: Madhvi Mehta
Saxophone: Amol Mehta
Video Concept: Aanal Anjaria
Videography and Video Editing: Achal Anjaria
Executive Producer: Parimal Zaveri
Lead Singers: Madhvi Mehta, Asim Mehta with Aanal Anjaria, Achal Anjaria, Darshana Bhuta Shukla, Hiren Majmudar, Hetal Brahmbhatt, Nikunj Vaidya, Puja Purandare, Mandeep Singh, Neha Pathak, Minoo Puri, Bela Desai, Palak Vyas, Meesha Acharya, Dilip Acharya
Chorus Singers: Ameesh Oza, Anjana Parikh, Ashish Vyas, Gaurang Parikh, Jagruti Shah, Parimal Zaveri, Ratna Munshi, Sanjiv Pathak
Radio Partner: Jagruti Shah of “Avo Mari Saathe” on Bolly 92.3FM
Special Thanks To: Nayan Pancholi, Anil Chavda, Alap Desai, and Shravya Anjaria.

8 replies on “સૌ પ્રથમ તો – અનિલ ચાવડા”

  1. અમર- અનુસંધાન
    ‘સંપૂર્ણ સરસ નહિં ” સર્વાંગી સરસ ”
    શું કરું?
    શબ્દો હવે કબુતર બની ગયા, ચણવા હેઠળ ઉતર્યા, ઝાંકીને જોઉં ત્યાં ફરરર ઊડી ગયા!
    ભલે,હું પણ ” વળું પણ ઝુકું નહિં “

  2. વાહ! સર્વ સંપૂર્ણ સરસ.
    શબ્દ,સ્વર,સંગીત,સમન્વય અને આરત!
    ત્રાણુવર્ષે કોક મળ્યાં, દિલ દિલોમાં ભળી ગયું.

  3. ધમધોકાર…….મઝા આવી ગઈ…….કવિશ્રીને અભિનદન, સંગીત કર્ણાપ્રિય……ગાયકો સખ્ખત…..આનદ,આનદ,આનદ….

  4. નવી કવિતા અને તાજગી ભરેલ સંગીત.ખુબ ખુબ મઝા આવી. નવા સીમાંકન સર કરો એવી અપેક્ષા ્્ર

  5. Harih Om.
    I tried writing with your “select Gujarati” help!
    It is a very difficult tool. Google provides much simpler and direct way of writing in Gujarati! So much for that.

    The beautiful thoughts expressed in words of this beautiful ghazal are grasping for breath in the limitations imposed by this mediocre composition, that is so irrelevant to the mood, bhaav, and overall verbal expression of this ghazal!
    Better luck next time, I guess!!
    Harih Om.

  6. It is a paradox but truth that Covid 19 has helped the creativity pool and in our context Gujarati literature is richer for it. Hope you agree.
    Lockdown has given an opportunity to look inward and reflect and become better human.
    Beautiful lines ; લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
    જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.
    I have also been reflecting and sharing Lockdown thoughts which are uploaded on my home page
    http://www.hikmaah.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *