તારે નહીં – હર્ષદ ત્રિવેદી

surfing

કૈંક તો એવું કે ખુદમાંથી જ પરવારે નહીં,
હોઠ પર હૈયેથી આવે એ ય ઉચ્ચારે નહીં!

આ રીતે તો કોઇ માઝમ રાત શણગારે નહીં,
દીપ જલતો હોય તે પળવાર પણ ઠારે નહીં!

એમની તાસીર છે રાખે હ્રદયમાં તોરથી,
થાય ના શરણે ને ખુલ્લેઆમ પડકારે નહીં!

કહે ખરાં, તુજ નામની રટણાં નથી અટકી છતાં –
વાર તહેવારે ય લઇને નામ સંભારે નહીં!

છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં!

3 replies on “તારે નહીં – હર્ષદ ત્રિવેદી”

  1. છેવટે ઓળખ મળી છે ઝાંખીપાંખી આટલી,
    ડૂબવા તો ના જ દે પૂરેપૂરા તારે નહીં!

    ખૂબ સુંદર. ઇશ્વર તારતો નથી તો ડૂબાડતો પણ નથી. મરીઝની યાદ આવી ગઇ – શબ્દો આવા જ કંઇક છે. ‘ખુદ આપે નહીં અને લેવા પણ દે નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *