તમારું જ નામ – અઝીઝ ટંકારવી

 

અમારા હ્રદયમાં તમારો મુકામ,
આ હૈયું મટીને થયું તીર્થધામ.

તમે આંગળી મારી પકડી અને
પલકભરમાં રસ્તો થયો આ તમામ

થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
અહમ્ નો અમારો આ કેવો દમામ ! 

લથડવાનું પહેલેથી નક્કી હતું
તમે જ્યાં પીધાં ઝાંઝવાના જ જામ

ભલે લોક એને કહે છે ગઝલ
‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ.

5 replies on “તમારું જ નામ – અઝીઝ ટંકારવી”

  1. request for નિત્ર્યા ઘેી નો દિવો કરિ-મને પર્નવો એક ધોકરિ

  2. બહુ જ સુંદર !!

    ભલે લોક એને કહે છે ગઝલ
    ‘અઝીઝે’ લખ્યું છે તમારું જ નામ.

    તમારુ જ નામ ……

  3. “તમે આંગળી મારી પકડી અને
    પલકભરમાં રસ્તો થયો આ તમામ

    થયું ધૂળધાણી ક્ષણોમાં બધું
    અહમ્ નો અમારો આ કેવો દમામ !”

    I liked this…!!!!

    Vaishali

Leave a Reply to A J Cancel reply

Your email address will not be published. Required fields are marked *