અસવાર -સૌમ્ય જોશી

જ્યારથી ગુજરાતી ભાષા ની ફિલ્મ બનવાની શરૂ થઈ (1932થી) ત્યાર સુધીમાં કોઈપણ ગુજરાતી ફિલ્મને સુવર્ણ કમલ એટલે ભારત આખાં ની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હોય તેવી ઘટના 2019ની ગુજરાતી ફીચર ફિલ્મ “હેલ્લારો” છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ ફિલ્મ છે જેને આવું સન્માન રાષ્ટ્રીય સ્તરે મળ્યું હોય! ગુજરાતીઓ માટે આ આનંદ અને ગૌરવની રળિયામણી ઘડી છે !

ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહ,સંગીતકાર મેહુલ સુરતી,ગીતકાર સૌમ્ય જોશી ત્રણ વર્ષથી આ ફિલ્મ ઉપર કામ કરી રહ્યા છે,ફિલ્મનું શૂટિંગ કચ્છમાં થયું છે.ફિલ્મના દરેક ગીતો એક અદભુત જાદુ રચે છે.ગીતોનો સ્વર ઐશ્વર્યા મજુમદાર ,આદિત્ય ગઢવી,ભૂમિ ત્રિવેદી,શ્રુતિ પાઠક,મુરાલાલ એ આપ્યો છે.આ ફિલ્મ દબાયેલી લાગણીને સંગીતમય રીતે બહાર કાઢવાની વાત રજુ કરે છે જેમાં કચ્છી મહિલાઓની અભિવ્યક્તિને સુંદર રીતે દર્શાવામાં આવી છે.

ભારતમાં આ ફિલ્મ આઠ નવેમ્બરે રિલીઝ થઇ રહી છે,તો એની સાથે આ પહેલું ગીત ટહુકો ઉપર મૂકતા ખુબ આનંદ અને ગર્વ અનુભવું છું.
ફિલ્મનું ટ્રેલર ;https://www.youtube.com/watch?v=qb8uOylK3R4

સંગીત : મેહુલ સુરતી 
સ્વર: ઐશ્વર્યા મજુમદાર , મુરાલાલ મારવાડા 
આલ્બમ: હેલારો 

.

જેના હાથમાં રમે છે મારી મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયો…..
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં 
 
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે.. 
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે ..
એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં… 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં
  
એણે ચાલતી ન’તી હું તોય આંતરી ..
મારે છેતરાવું’તું એવી છેતરી ..
એણે પગલી પાડી હું કેડી થઉં .. 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં  
– સૌમ્ય જોશી

10 replies on “અસવાર -સૌમ્ય જોશી”

  1. શબ્દો ,તાલ, લય, કંંઠ, સંગીત બધાને સલામ.
    સાથે કચ્છ નાં રણ જેટલાં અભિનંદન.અને અઢળક શુભેચ્છા ઓ.
    ગરવી ગુજરાત હંમેશા ધબકતી રહે.

  2. આવી ગયો એક મીઠો અણસાર..
    લાગી ગઈ કવિતા ની ધાર…
    ના ના હવે વળવું નથી પરત મારા પ્રીતમ…
    હવે તો કા આ પાર ને કાં..
    પેલે પાર…!
    નરેન્દ્ર સોની

  3. આપણી માતૃભાષા નું ગૌરવ
    ખૂબ અભિનંદન.
    ગુજરાતીઓ માટે આ આનંદ અને ગૌરવની ઘડી છે.

Leave a Reply to Narendradungarshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *