આ રીતે વહાલ કંઈ કરાય – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત,તો ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને,ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?
શેરિયુંમા તરતી,ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?
ગામ આખું આવે,ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ,પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?
ધસમસવું સારું,પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર, અબોલ જીવ શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?….

~ કૃષ્ણ દવે

3 replies on “આ રીતે વહાલ કંઈ કરાય – કૃષ્ણ દવે”

  1. વરસાદ જીવનનો આધાર છે. આથી આપણને બહુ વહાલો લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આ વરસે એ અતિ વરસ્યો. એના આ અધિક વહાલથી કેટલાક લોકો બેહાલ થયા. એને અનુલક્ષીને લખાયેલ ‘અતિની નહીં ગતિ’ની કવિ ક્રુષ્ણ દવેની આ રચના માનવીય વહાલ વિષે પણ ઘણું કહી જાય છે. બાળકના વિકાસ માટે અગત્યનું વહાલ જ્યારે અતિ હોય ત્યારે આગળ જતાં ક્યારેક એ બાળકને એ બેહાલ કરી દે છે.સુંદર રચના!

  2. ધૂંબો હોય કે ટપલી…
    પ્રેમ ભરી વ્હાલ ની…
    તો ગણી થઈ પડે…
    બસ બે ચાર..
    ટપલી…..

Leave a Reply to રમણીક પટેલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *