છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી

પૂજ્ય બાપુ ની ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ નિમિતે…

શબ્દો : ઝવેરચંદ મેઘાણી
સંગીત : નીલ વોરા
કંઠ : નીલ વોરા

અત્રે વિડીયો માં લેવામાં આવેલા શબ્દો :

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

-ઝવેરચંદ મેઘાણી

9 replies on “છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી”

  1. આ છેલ્લો કટોરો…
    ભલે હોય.. ઝેરનો…
    કે પછી… વેરનો….
    ભલે હોય ગામડા નો..
    કે પછી.. શહેર નો… પી ઝાજે…
    મારા વ્હાલા… એતો છે…
    વ્હાલ નો.. ને.. હેત નો..!
    નરેન્દ્ર સોની

  2. વીડિયો માં ગીત ની પત્તર ફાડી નાખી ! મેઘાણી ની રચના માંદલી નથી, પ્રસ્તુતિ માં વીરરસનો અભાવ વર્તાય છે.

    • . “મેઘાણી ની રચના માંદલી નથી, પ્રસ્તુતિ માં વીરરસનો અભાવ વર્તાય છે” સહમત

  3. પૂજ્ય બાપુને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ. મેઘાણીજીના શબ્દોનો ભાવ સ્વરમાં અદ્દલ ઝીલાયો છે. અભિનંદન.

  4. No doubt ,it is soothing composition. But the feeling of bitterness loaded with anger should have been depicted in voice. The word ‘ chhello’ should have been spoken as it is written, (not as chhelo in lighter mood …)! Clarity for words vahyu (not vaheeyu), tane (t particularly), dhali , upare (not upre) would bring Nationa’s and Meghani’s ‘jusso’ in most appropriate way!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *