હવે તો ફૂલ દઈને મળીએ – જયશ્રી વિનુ મરચંટ

વાંચી ને – સાંભળીને હવળાફૂલ થઇ જવાઇ એવું મઝાનું ગીત… કવિ એ મોકલ્યુ કે તરત જ જવાબમાં ફોન કરી ને ટહુકો માટે માંગી લીધુ..!! અને સાથે બોનસમાં એમના પોતાના અવાજમાં એનું પઠનગાન..!!! ગમ્યું ને?

કવિના અવાજમાં કાવ્ય પઠન :

એકમેકને ચાલ
હવે તો ફૂલ દઈને મળીએ
એકમેકને સાવ
હળવાફુલ થઈને મળીએ
– એકમેકને ચાલ….

કોણે જાણ્યો રાત
પછીનો તોર અહીં ઉષાનો?
આજે રાતે ભર વરસાદે
ચાલને સંગે પલળીએ
– એકમેકને ચાલ…..

તારા સાથે ગુલમ્હોરો
પછી આંખો દેશે મીંચી
ચાંદની પીતાંપીતાં સૂઈએ
સેજ ઢાળીને ફળિયે
– એકમેકને ચાલ…..

કાલ હઈશું તું કે હું
વિખૂટા કે સંગાથે?
ચિંતાના પરપોટા ફોડી
જઈએ સાગર તળિયે
– એકમેકને ચાલ…..

– જયશ્રી વિનુ મરચંટ

4 replies on “હવે તો ફૂલ દઈને મળીએ – જયશ્રી વિનુ મરચંટ”

  1. “કાલ કોણે જોઈ છે?” અને “આજ આજ ભાઈ અત્યારે” જેવી જાણીતિ યુક્તિઓને જ્યારે અનુભવી કવિનો ઋજુ સ્પર્શ મળે ત્યારે આવું ગીત સર્જાય.

  2. સઘળી ચિંતા કોરે મુકી
    ચાલ દિલ ખોલીને મળીએ …

    તું તું મૈં મૈં ભુલીને
    એકમેકના થઈએ

    એકમેકને ચાલ
    હવે તો ફૂલ દઈને મળીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *