તારી ગમતી વાતો -તુષાર શુક્લ

સ્વર: કૌશલ ચોકસી
સ્વરાંકનઃ કૌશલ ચોકસી

યુ ટ્યુબ વિડીયો

એ સમય કદી ના મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો

છું તું મારામાં, છું હું તારામાં,
સંગાથે વહેશું જીવનધારામાં

જાઉં વારી વારી, તું દુનિયા મારી
તું સૌથી સારી, ઓ મમ્મી મારી.

મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી,
હું જમું નહિ તો, તું ભૂખી રહેતી.

હું રડી પડું તો, તારી આંખો છલકે,
હું હસી પડું તો મારું મુખડું મલકે.
– તુષાર શુક્લ

5 replies on “તારી ગમતી વાતો -તુષાર શુક્લ”

  1. થોડા શબ્દોમા ઘણુ કહી જાય છે. અશ્રુ આવતા આવતા અટકી ગયા.

  2. ખૂબ ગમ્યું. છેલ્લી પંક્તિ આમ ન હોય?
    હું હસી પડું તો તારું મુખડું મલકે.
    હું કદાચ ખોટો પણ હોઉં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *