ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)

7 replies on “ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે”

  1. Khub sunder rachna
    Khub sunder anuvad
    Khub sunder swar
    I am proud to be Gujarati
    Amrut kotecha

  2. પ્રિય અમરભાઈ,

    રિલ્કેના આ મનનીય કાવ્યને આથી વધુ ન્યાય તો કોણ આપી શકે?! આવા અતિસુંદર ભાવાનુવાદ માટે હરીન્દ્રભાઈને તેમ જ માનસપટ પાર કાયમી છાપ છોડી જનારા સ્વરાંકન તથા રજુઆત માટે તમને ધન્યવાદ આપીયે એટલા ઓછા છે. ભારતની તથા અન્ય દેશોની ઉત્કૃષ્ટ રચનાઓ જેનો ગુજરાતીમાં સરસ ભાવાનુવાદ થયો હોય તેવી ઘણી રચનાઓ ગુજરાત વિશ્વકોશમાં પ્રસંગોપાત તમેં રજુ કરી છે. આવી સઘળી સુંદર રચનાઓની સીડી બહાર પાડો તેવો અનુરોધ છે !

    ફરી એક વાર અભિનંદન અને આભાર!

    હિના અને નીતિન શુક્લ

  3. Excellent spiritual rendering. Doing Ramadan fasts and listening felt like the first sip of water on parched lips when fast is broken. One should not be afraid of death, if one’s love for God is intense and true.
    We need no eyes, ears or hands to experience His Love and Magnamity.

  4. તા રા દર્શ્ન ન તો મા રા પ્ર ભૂ રૉ જ ના.

    તા રા દ ર શ ન સિ વાય મા રે ક શૂ કામ ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *