આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય

સ્વરાંકનઃ મહેશ દવે
સ્વર: યુનુશ અને દેવેશ

.

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય, કદી કહે ગુડબાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય.

પોએટ્રી તું પટ પટ બોલે, દાદીનો દેસી કાન,
swan કહે તું હંસને, દાદી સમજે શ્વાન,
દહાડે દહાડે ત્રીજી પેઢી દુર જતી દેખાય.. આ અમારો બચુડો

મેઘધનુષી ગુર્જરભાષા કેટલાં એના રંગ.
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ.
પણ અંગ્રેજીથી રંગી દીધું તે તો આખું સ્કાય.. આ અમારો બચુડો

તું અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે,
કેમ કરી ચાલે રે બચુડા ગુજરાતી જો ભૂલે,
ભલે હોઠે ઈંગ્લીશ, હૈયે ગુજરાતી સચવાય .. આ અમારો બચુડો

10 replies on “આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય”

  1. નાનપણમાં પપ્પા પાસે કૈક આવું સાંભળેલું યાદ આવી ગયું.

    “દેશ ગયા વિદેશ ગયા, શીખી લાવ્યા વાણી,
    વોટર વોટર કરતા જીવ ગયો ને ખટલા નીચે પાણી.”

  2. Oh….I…too say….Hi….
    But..actually I also don’t know why?
    No…no..no need to reply..because….
    Lo..I’m speaking…..Good by…!
    Narendra soni

  3. Very nice approach ,but did not cover whole poetry song ,may be technical reasons,

    Any way nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *