આ ધોધમાર વરસે – નયના જાની

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકનઃ આલાપ દેસાઈ

.

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !
– નયના જાની

7 replies on “આ ધોધમાર વરસે – નયના જાની”

  1. જેટલા સુંદર શબ્દ એટલાં સુંદર ગાયકી અને સ્વર સંયોજન, તબલાંનો સુંદર ઉપયોગ

  2. ખૂબ સુંદર રચના અને દમદાર અવાજ ચાલુ કર્યા પછી બંધ કરવાની હિમ્મત ના થાય !!! માદકતા કાનમાંથી સીધી દિલમાં વર્તાઈ છે.

  3. I have no words for Parthiv , i herd him in Sandiego years back. I listen to his bhajan he jagjanani every day.
    God bless him and all artists.
    Good lyrics , music,combination of sur& swar.
    What is rag of this rachna.

  4. I have to agree with the Professor. Definitely a beautiful song, wonderfully composed and melodiously sung! शब्द, सुर अने संगीत नो सुंदर सम्नवय! Thank you Jayshree, for bringing this to us.

  5. આ ધોધ માર વરસે
    ખુબ જ સુંદર રચના સુંદર સ્વર
    પણ આજે તો કમોસમી વરસે ત્યારે શું કહેવું

  6. किसकी तारीफ करूं, जानी!
    नयनाजी के पार्थिव आलाप ने तो
    कमाल कर दिया..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *