એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

(આભાર – લયસ્તરો)

5 replies on “એનું નામ જ અખ્ખર ઢાઈ – રવીન્દ્ર પારેખ”

  1. રવિભાઇ,
    ખૂબ જ સુંદર કવિત જાણે મુકત્કના આકારમાં પણ લખાણનો અર્થ હ્રદયસોસરવો નિકળે છે.
    રમેશ ઓઝા.

  2. કોઈ સુંદર સ્વર માં (મુશાયરા ટાઈપ) પઠન કરી ને રજુ કરે તો વધૂ મજા આવે…

  3. રવીન્દ્રભાઈ, મજા આવી ગઈ….એનું નામ જ અખ્ખર ઢાઈ.

Leave a Reply to Jitesh Narshana Cancel reply

Your email address will not be published. Required fields are marked *