મને હું અજય ને અભય ચીતરું છું – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.

હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.

જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું.

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ,
હજી એકધારા પ્રલય ચીતરું છું.

લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.

4 replies on “મને હું અજય ને અભય ચીતરું છું – નિર્મિશ ઠાકર”

 1. mukesh parikh says:

  લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
  મને હું અજય ને અભય ચીતરું છું.

  વાહ ગજબ નો આત્મવિસ્વાસ.

  ‘મુકેશ’

 2. pragnaju says:

  હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
  નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.
  સરસ

 3. Pinki says:

  સવારે સવારે હ્રદય ચીંતરું છું,
  નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.

  તરોતાજા ઝાકળ સમ સવારે હૃદય પણ તરોતાજા !!

  જડી આખરે એક પીંછી ક્ષણોની,
  હતી કલ્પના, તે સમય ચીતરું છું. વાહ્….અદ્ ભૂત ….!!

 4. ગઝલ વાંચતા જ નિર્મિશ ઠાકરના વ્યક્તિત્વનું બીજું પાસું તરત ખબર પડી જાય… નિર્મિશભાઈ મજાના ચિત્રકાર છે અને ફાંકડા કાર્ટૂનિસ્ટ પણ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *