​ઉનાળો કાળઝાળ થાય છે – અનિલ ચાવડા

San Francisco Bay Area ​​ના કલાકારો તરફથી એક વધુ નજરાણૂ!! અસીમ-માધ્વી મહેતાનું સ્વરાંકન અને સૌ કલાકારોનો સહિયારો સ્વર!

Saptak Vrund, California, brings you yet another beautiful Gujarati group song “Unalo Kaljhal Thaye Chhey”, to celebrate the scorching summer heat musically!

Lyrics: Anil Chavda

Music Composers: Asim Mehta and Madhvi Mehta

Music Arranger and Programmer: Asim Mehta

Electric Guitar: Mike Overtone

Violin: Shiva Ramamurthi

Videography and Video Editing: Achal Anjaria

Singers: Asim Mehta, Madhvi Mehta, Darshana Bhuta-Shukla, Minoo Puri, Aanal Anjaria, Achal Anjaria, Anjana Parikh, Anvita Gautam, Bharat Suraiya, Gaurang Parikh, Hetal Brahmbhatt, Mukesh Kanakia, Neha Pathak, Nikunj Vaidya, Palak Vyas, Parimal Zaveri, Pranita Suraiya, Sanjiv Pathak, Sonal Parikh, and Vijay Bhatt

Special Thanks To: Narendra Shukla, Pragna Dadbhawala, and Maneshwar Judge

** This is a KAMP Music Production **
YouTube Preview Image

​ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા

5 replies on “​ઉનાળો કાળઝાળ થાય છે – અનિલ ચાવડા”

 1. જયેન્દ્ર ઠાકર says:

  સરસ!

 2. Mera Tufan says:

  very nice. Liked. Thanks.

 3. Jitesh Narshana says:

  ખૂબ સુંદર રચના

  અતિસુંદર રીતે સૂરજ દાદા ને વિનંતી

 4. Anila Patel says:

  ાહ કાળજ્હાળ ઉનાળમા મધુર શબ્દો દ્વારા અન્તરને આનન્દ આપવા બદલ આભાર્.

 5. Anil Chavda says:

  ગુજરાતી ભાષાની સુપ્રસિદ્ધ વેબસાઈટ પર મારું ગીત મૂકવા માટે ટહુકો.ડોમની સમગ્ર ટીમનો દિલથી આભારી છું.
  સાથે સાથે સરસ રીતે સંગીતબદ્ધ કરવા માટે અસીમભાઈ અને માધવીબહેનનો પણ આભાર માનું તેટલો ઓછો છે. અમેરિકામાં રહીને આટલું સરસ ગુજરાતી કવિતાનું કાર્ય થાય તે પ્રસંશનીય છે. મારા જેવા યુવા કવિને તમે સર્વ આટલું પ્રાધાન્ય આપો છો તે મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. આપ સહુનો દિલથી આભારી છું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *