ભલા માણસ – હેમાંગ જોષી

હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ

જો, કશે દ્વાર પણ હશે એમાં,
છોડ, એ ભીંત છે ભલા માણસ

કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ

ફક્ત છે લેણદેણનો સંબંધ,
નામ તો ઠીક છે ભલા માણસ

વાર તો લાગશેને કળ વળતાં,
કાળની ઢીંક છે ભલા માણસ

માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ ?

4 replies on “ભલા માણસ – હેમાંગ જોષી”

  1. માત્ર તારો વિચાર કરતો રે’,
    આ તે કૈં રીત છે ભલા માણસ ?

    સુંદર રચના …..

  2. માત્ર તારો વિચાર કરતો રે’,
    આ તે કૈં રીત છે ભલા માણસ ?
    ખૂબ સુંદર રચના
    હેમાંગ ભાઈ …..વાહ ….

  3. Liked this nice poetry, can tell, it’s because I have always followed this philosophy all throughout my life

Leave a Reply to Bhavana Desai. Cancel reply

Your email address will not be published. Required fields are marked *