જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા

કાં અચાનક યાદ આવી જાય છે,
જે રીતે વરસાદ આવી જાય છે !

હાથમાં ફૂલો છે એનું શું કરું,
હોઠ પર ફરિયાદ આવી જાય છે !

કંઈ કહેવાનું નહોતું શેરમાં,
એમનું ઈર્શાદ આવી જાય છે !

શોધવા જાઓ ને જે જડતા નથી,
શબ્દમાં આબાદ આવી જાય છે !

હોઉં છું હું ત્યાં સુધી હોતા નથી,
જાઉં છું ને બાદ આવી જાય છે !

– ભરત વિંઝુડા

8 replies on “જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા”

  1. શબ્દો સુંદર છે , તેની ગોઠવણી પણ સુંદર છે, પણ એવું લાગે છે કે , શબ્દો ખાલી મગજ માંથી આવેલા છે , એની અભિવ્યક્તિ માં , એની પાછળ કોઈ અનુભૂતિ ની અસર દેખાતી નથી….

    • આ જીતુ ભુતા ને નયના ભુતા સાથે મળીને કેમ કોમેન્ટસ્ આપતા હશે !
      શીખવા જેવું.

  2. Sweet memories of loved one & rains are similar , they come so suddenly, you can’t offer the flowers you have kept to present.
    Nice sweet ghazal .

  3. શબ્દો સુંદર છે , તેની ગોઠવણી પણ સુંદર છે, પણ એવું લાગે છે કે , શબ્દો ખાલી મગજ માંથી આવેલા છે , એની અભિવ્યક્તિ માં , એની પાછળ કોઈ અનુભૂતિ ની અસર દેખાતી નથી….

Leave a Reply to Anila Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *