લખી બતાવું – અલ્પેશ ‘પાગલ’

તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું
આ શ્વાસ ચાલે એના પગલા લખી બતાવું ?

કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

પંખી નહીં લખુ હું આકાશ નૈ લખું હું
આ વ્રુક્ષની નસોમા ટહૂકા લખી બતાવું

આતમકથા લખું તો કોની કથા લખું હું
શું જીવને પડ્યા છે વાંધા લખી બતાવું

ખાનખરાબી અંગે બીજૂં તો શું કહું હું
જે આગ થૈ ગયા એ તણખા લખી બતાવું

આ સ્વપ્ન તો જૂના છે નૈ કામ કાઇ આપે
બે ચાર ઘાવ ક્યો તો તાજાં લખી બતાવું
– અલ્પેશ “પાગલ”

5 replies on “લખી બતાવું – અલ્પેશ ‘પાગલ’”

  1. સરસ ગઝલ!
    મારા વિચાર.
    મારા દિલની અને મનની વાત લખી બતાવું,
    ઈશારા સમજો તો આંખોની વાત લખી બતાવું.
    સપના

  2. એક થી એક ચઢિયાતા શેર… ખૂબ સરસ ગઝલ…

    કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
    ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

    ‘મુકેશ’

  3. મિજાજથી ભરપૂર ગઝલ!
    અલ્પેશ ‘પાગલ’ને હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply to sudhir patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *