કહે એવું તે તારામાં શું છે ! – રવિ ઉપાધ્યાય

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ સનમ શોખીન ’ ( 1995 ) મ્યુઝિક ઓડીયો આલ્બમમાં ધ્વનીમુદ્રિત

.

કહે એવું તે
તારામાં શું છે ! મારામાં શું છે !
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?

12 replies on “કહે એવું તે તારામાં શું છે ! – રવિ ઉપાધ્યાય”

  1. મુગ્ધાવસ્થાનો પ્રેમ ચ્હે.આન્ખોના દરિયામા દુબિને નાયિકા પુચ્હેકે તુ મને આતલો કેમ લોભાવે ચ્હે?કેમ મિથો મિથો લાગે ચ્હે?આ પ્રેમ ચેીકે ચુમ્બકત્વ ચ્હે?જેનેથિ પ્રેરાયિને હુ તારિ પાચ્હલ દોદેી દોદેી આવિ.તારુ એક હાશ્ય માનના તાર ઝનઝનાવિ જાય ચ્હે.ખુબજ નજાકત સાથે કરેલિ વાત કવિ કહિ જાય ચ્હે.

  2. મે તો ફ્ના હો ગયા ઉનકિ આન્ખે દેખકર
    ન જાને ઉસ સખ્સ કા ક્યા હાલ હોતા હોગા આયિના દેખક્રર

  3. તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
    કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શું છે ?
    કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… તારામાં શુ છે ?

  4. કહે એવું તે
    તારામાં શું છે ! મારામાં શું છે !
    હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
    કહે – એ શું છે ?

    જહાં દેખુ તુહી તુ હૈ..

  5. તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
    સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
    તારા નયનોમાં મારું આજ મને દર્પણ દેખાય
    સુંદર શબ્દો મધુરી ગાયકી

  6. તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
    તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય

    ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
    કહે …એ શું છે ?..કોનામાં શું છે ?… મારામાં શું છે ?

    મજા આવી.

  7. અહિં હું મારી રચનાની એક પંક્તિ મુકવાની ગુસ્તાખી કરુ છું…

    તું તો નથી રહી આસપાસ મારી
    મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.

    જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
    કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?

    http://natvermehta.blogspot.com/

  8. અત્ર તત્ર સર્વત્ર તું જ……
    પ્રેમમાં પડીએ ત્યારે આવો લ્હાવો મળે.
    રવિ ઉપાધ્યાયના મજાના શબ્દો સાથે નવીન શાહનું સુંદર સંગીત. રેખાબેન ત્રિવેદીએ પણ આનંદથી ગાયું છે.
    સહુને ધન્યવાદ

  9. માદક શબ્દો સાથે મદહોશી ભર્યું સંગીત અને મસ્તીભરી ગાયકી….
    આફરીન….

Leave a Reply to bharatibhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *