જુઓ મા ગુજરાતીનો દબદબો! (ભાષા મારી ગુજરાતી છે & કોણ હલાવે લીમડી)

આજની આ પોસ્ટ લયસ્તરો પરથી સીધેસીધી કોપી-પેસ્ટ! ધવલભાઇએ આ ગીતો મોક્લયા થોડા દિવસ પહેલા ત્યારે જ વાત થઇ હતી એમને ટહુકો પર મુકવાની, પણ મેં થોડી આળસ કરી, અને ધવલભાઇએ એને લયસ્તરો પર મુક્યા, તો એમના શબ્દોમાં એમણે એવી સરસ રજૂઆત કરી કે મારે એમાં કંઇ ઉમેરવાની જરૂર નથી!!

અને હા, ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – સૌપ્રથમ ગુજરાતી કવિતાની વેબસાઇટ – લયસ્તરો.કોમ – ને બારમી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!

*****

વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.

આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે

3 replies on “જુઓ મા ગુજરાતીનો દબદબો! (ભાષા મારી ગુજરાતી છે & કોણ હલાવે લીમડી)”

  1. ભાષા મારી ગુજરાતી છે & કોણ હલાવે લીમડી) આમાં આ & ક્યાંથી ઘુસી ગયો!?

Leave a Reply to Jayendra Thakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *