સતત ઘટમાળમાં જીવાય છે, સાલું ! – મહેશ દાવડકર

સતત ઘટમાળમાં જીવાય છે, સાલું !
કહો કે કેટલું સમજાય છે, સાલું ?

આ હોવું તો છે ચકચકતી છરી જેવું,
એ જ્યારે ત્યારે વાગી જાય છે સાલું !

અચાનક ગાડી ઉતરી જાય પાટેથી,
કે જીવતરમાંયે એવું થાય છે સાલું !

નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું !

પથારી બાણ–શૈયા જેવી થઈ ગઈ છે,
નીરાંતે ક્યાં હવે ઉંઘાય છે સાલું !

નયન અંજાય એવાં બારી ઝળહળથી,
જે છે એવું તો ક્યાં દેખાય છે સાલું !

બળાપો જીંદગીનો ઠાલવું છું, દોસ્ત !
કે આવું એથી તો બોલાય છે, સાલું !

– મહેશ દાવડકર

5 replies on “સતત ઘટમાળમાં જીવાય છે, સાલું ! – મહેશ દાવડકર”

  1. Nice
    નજરને સ્હેજ બદલી નાંખવી પડશે,
    બધું તો ક્યાં અહીં બદલાય છે સાલું !

  2. નજરને સહેજ બદલી નાંખવી પડશે
    બધું તો ક્યાં અહીં બદલાય છે સાલુ

    સરસ ગઝલ !

  3. “આ હોવું તો છે ચકચકતી છરી જેવું એ જ્યારે ત્યારે વિગી જાય. છે સાલુ”!

  4. પથારી બાણ–શૈયા જેવી થઈ ગઈ છે,
    નીરાંતે ક્યાં હવે ઉંઘાય છે સાલું !

    Superb. Maza avi gai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *