હળવાશ – પન્ના નાયક

તને પ્રેમ કર્યો હતો

ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.

હવે
હું
સ્મૃતિરહિત.

– પન્ના નાયક

One reply

  1. “સ્મૃતિરહિત” ..છૂટકારો …મુક્તિ અતીતની યાદોથી?
    શક્ય છે ખરું? ” નાં”
    મનોવ્યથાને ઘૂંટવાની એક રીત- માત્ર ! પેરેડોક્ષ ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *