તને ટહુકાઓ આપું તો લઈશ કે? – નંદિતા ઠાકોર

અલી તને ટહુકાઓ આપું તો લઈશ કે?
ખુલ્લી હથેળીઓમાં સૂરજ ઉગાડું
પછી તડકાઓ આપું તો લઈશ કે?

તને આખું આકાશ કેમ આપી શકાય
ભાગ એમાં છે આખા એ ગામનો
સપનાને સોંસરવા વીંધીને એના પર
સૂરજ ચીતરાયો નકામનો
(કહે) મારી આ આસમાની આંખોના ભૂરાછમ
સપનાંઓ આપું તો લઈશ કે?

ટહુકા કે તડકાઓ આપી તો દઉં
એને કેમ કરી ઘરમાં લઇ જાશે?
તારી આ જાત હવે તું થી જળવાય નહી
કેમ કરી સપનાં જળવાશે?
આપણા વિયોગ પછી ઉંબરમાં અટકેલાં
પગલાંઓ આપું તો લઈશ કે?

– નંદિતા ઠાકોર

7 replies on “તને ટહુકાઓ આપું તો લઈશ કે? – નંદિતા ઠાકોર”

  1. તમને આકાશ કે આપી શકાય એમા ભાગ છે આખા ગામમાં નો…વાહ…ખુબ મજા આવી તમારો ખુબ આભાર..
    …વંદન તમને મારા…જયશ્રી કૃષ્ણ

  2. નારદે વાલિયાને પૂછેલો પ્રશ્ન કે યક્ષ પ્રશ્ન

Leave a Reply to Bhumi Cancel reply

Your email address will not be published. Required fields are marked *