તને ટહુકાઓ આપું તો લઈશ કે? – નંદિતા ઠાકોર

અલી તને ટહુકાઓ આપું તો લઈશ કે?
ખુલ્લી હથેળીઓમાં સૂરજ ઉગાડું
પછી તડકાઓ આપું તો લઈશ કે?

તને આખું આકાશ કેમ આપી શકાય
ભાગ એમાં છે આખા એ ગામનો
સપનાને સોંસરવા વીંધીને એના પર
સૂરજ ચીતરાયો નકામનો
(કહે) મારી આ આસમાની આંખોના ભૂરાછમ
સપનાંઓ આપું તો લઈશ કે?

ટહુકા કે તડકાઓ આપી તો દઉં
એને કેમ કરી ઘરમાં લઇ જાશે?
તારી આ જાત હવે તું થી જળવાય નહી
કેમ કરી સપનાં જળવાશે?
આપણા વિયોગ પછી ઉંબરમાં અટકેલાં
પગલાંઓ આપું તો લઈશ કે?

– નંદિતા ઠાકોર

7 replies on “તને ટહુકાઓ આપું તો લઈશ કે? – નંદિતા ઠાકોર”

 1. KETAN YAJNIK says:

  નારદે વાલિયાને પૂછેલો પ્રશ્ન કે યક્ષ પ્રશ્ન

 2. Bhumi says:

  Beautiful poem..!

 3. વાહ… સુંદર મજાની ગીતરચના….

 4. Bharat Bhatt. says:

  સરસ ગીત.

 5. જગમાલ says:

  તમને આકાશ કે આપી શકાય એમા ભાગ છે આખા ગામમાં નો…વાહ…ખુબ મજા આવી તમારો ખુબ આભાર..
  …વંદન તમને મારા…જયશ્રી કૃષ્ણ

 6. Lata hirani says:

  મજા આવી ગઈ…
  લતા હિરાણી

 7. Jighruksha Dave says:

  Beautiful poem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *