અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે – વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– વિવેક કાણે ‘સહજ’

2 replies on “અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે – વિવેક કાણે ‘સહજ’”

  1. બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
    અને અશુભ બધું મારા-તમારા પાપે છે
    આ સનાતન સત્ય છે.

  2. “કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
    પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.”
    વાહ! વાહ!

Leave a Reply to Vimala Gohil Cancel reply

Your email address will not be published. Required fields are marked *