પત્ર લખું કે લખું કવિતા… – માધવ રામાનુજ

સ્વર અને સ્વરાંકનઃ નયન પંચોલી

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?

ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે?

આંસુ ને ઝાકળ એ બંને રોજ ખરે પણ કોણ ઝીલતું?
પુષ્પ અગર તો પથ્થર બનવું સાજન તમને ગમે ખરું કે?

મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે?

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?

– માધવ રામાનુજ

7 replies on “પત્ર લખું કે લખું કવિતા… – માધવ રામાનુજ”

  1. Je koi stree saajanane puchhe ke tamane Gamache ke kem?eaj bataayo chhe ke tyaa force nathi pan vinamrataa chhe.aatalu Sundar swarbadhaaj kaavya vaachananano dilhi prasaran Thai gayu.

  2. connected to ‘PURE Element’ of Soul……

    મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે
    એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે?

    priykarne priy te amaaro aanand …!

  3. “ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
    પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે?”

    વાહ, સુંદર રચના અને સ્વર.

  4. માણી શકાઈ આ સરસ અર્થસભર અનુભૂતિ …. ગીત સરસ રીતે ગવાયું છે અભિનંદન સંકળાયેલા સહુને.

  5. સરસ સ્વર, સ્વરાંકન અને કવિશ્રી માધવ રામાનુજને અભિનદન અને આપનો આભાર…….

Leave a Reply to Vimala Gohil Cancel reply

Your email address will not be published. Required fields are marked *