આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

3 replies on “આપણી વચ્ચે – સુરેશ દલાલ”

 1. kaushik mehta says:

  વેર્ય ફિને પોએમ્

 2. Suresh Shah says:

  તને મૌનના સોગંદ છે. આ છે અને તે નથી વચ્ચેનો વિરોધાભાસ સુરેશ્ભાઈની આગવી શૈલી માણ્વાની માજા આવી. એના શબ્દો કાનમાં સંભળાય છે.

  આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 3. KETAN YAJNIK says:

  સોગંદ તમે આપ્યા પછી કઈ બોલાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *