નિરંજન ભગત પર્વ – ૬ : હરિવર મુજને હરી ગયો

સ્વર: બંસરી યોગેન્દ્ર
સ્વરકાર: હરેશ બક્ષી

આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
સ્વર : જ્હાન્વી શ્રીમાંકર

.

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું નો’તું ને, તોયે મુજને વરી ગયો,
હરિવર મુજને હરી ગયો….

અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રિતી ?
હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ,
એ તો મુજ કંઠે બે કર થી, વરમાળા રે ધરી ગયો,
હરિવર મુજને હરી ગયો…..

સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોઉં,
આ તે સુખછે કે દુ:ખ મીઠું? રે હસવું કે રોવું?
ના સમજુ તોયે સહેવાતું, એવુંજ એ કઈ કરી ગયો
હરિવર મુજને હરી ગયો…..

3 replies on “નિરંજન ભગત પર્વ – ૬ : હરિવર મુજને હરી ગયો”

  1. BHAGATSAHEB WAS OUR PROFESSOR OF ENGLISH LITERATURE IN 1965-66 AT LAW COLLEGE, AHMEDABAD.
    ONCE NEXT PERIOD PROFESSOR STOOD OUTSIDE THE CLASS ,BUT BHAGATSAHEB WAS SO INVOLVED IN HIS LECTURE AND HE TOOK HALF THE PERIOD OF NEXT PROFESSOR.

    બંસરીબહેનના કંઠનુ તો પુછવુ જ શું?

    -AKSHAY KANTHARIA.

  2. ભગતસાહેબનું સાહિત્ય, બક્ષીસાહેબનું સંગીત અને બંસરીબેનનો સ્વર ——- સોનામાં સુગંધથી પણ કંઈક વધારે ભળી ગયું — મુજને હરી ગયું !!!!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *