મને આવું ભીંજાવું નાં ફાવે – ચૈતાલી જોગી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : સુહાની શાહ
સંગીત : સુગમ વોરા

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

– ચૈતાલી જોગી

8 replies on “મને આવું ભીંજાવું નાં ફાવે – ચૈતાલી જોગી”

  1. ભ ગય્ર ઉનાલે આ સુન્દેર ગિત ભિન્જવિ ગયુ. આભાર અને અભિનન્દન્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *