ઘેરો થયો ગુલાલ – જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

4 replies on “ઘેરો થયો ગુલાલ – જવાહર બક્ષી”

  1. “મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
    ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.”
    સરસ ….. ખુદ-મસ્તી ! ક્યાંથી ક્યાં લઇ જઈ શકે ! લા’ કાન્ત ,’કંઈક’/૫.૫.૧૬

  2. ભરત ભગત મોન્ટ્રીયલ કેનેડા ક્યુબેક . says:

    માણસ માત્ર અપેક્ષા ની નીપજ છે। લાગણી નાવેગમાં તણાતા ત્રણને કિનારા ની અપેક્ષા સ્વભાવિક હોય , કોય ભટકતી વાદળી ને કોય સુખ મન કે કણ માં વર્ષી પડવાની અપેખા હોય , ત્યાં ઉવાની ની ઝખના ના ઘુઘટ માં કવિ ના મને ભાર મર્યાદા નો મોલાજો છોડી ને પણ વર્ષો ની ઝખના અને પ્રાપ્ત ક્ષણ ને પામી લેવા તલસત હોય એ એક સ્વભાવિક ઘટના ખી શકાય , પરંતુ , કવિ હોય કે કોય ષોડશી મુગ્ધા હોય , ઝ્ખ્નાની કેડી એ ઉભા રહી ખીતીજ ને પર જોવા ની અને વધુ કાય પામી લેવાની વૃતિ અને પુરુશાર્ત ના આદશ માં કદીક હર અને હતાશા ને શ્ન્રવાની આવડત અને શક્તિ પામવાને ,જે કકળે કે ઝઝૂમે એવા કવિ જવાહર બક્ષી , આપણ ને એક એવી હક સ્મ્ભ્લાવી જાય છે જેના પડઘા માં હતાશા નું રુદન અને ઝ્ખ્નાનું નિરૂપણ નું એક આગવું સ્વરૂપ એજ આ કાવ્ય નો સરસ કહી શકાય કરો ?

Leave a Reply to La' Kant Thakkar Cancel reply

Your email address will not be published. Required fields are marked *