પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો પાડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

One reply

  1. કવિ શ્રી સુન્દરમ ને 1957 માં અમારા ગામ નારગોલની અંદર તાતા વાડિયા હાય સ્કુલમાં મળવાનું થયેલું, સ્કુલમાં અમારા આચાર્ય લાભ શંકર વ્યાસ પોદેચારી શ્રી અરવિંદ આશ્રમ અને માતાજી ના અનુયાયી હતા, સુન્દરમ પણ શ્રી અરવિંદ આશ્રમ પોદેચારી રેહતા હતા,નારગોલ માં આ શાળ્ર્ભે પધારેલા ,મધર ના ઉપષ્ક એમનીજ એકાગ્રતા, અને ઉપદેશ ને વરેલા એ એક ચુસ્ત સાધક જનતા હતા ,જીવન માં શાદગી અને ત્યાગી તારીખે નું એમનું આગવું વ્યક્તિત્વ, સહજ માં ઘભીર વ્યક્તિત્વ નું દર્શન આપતું હતું, શ્રી અરવિંદ આશ્રમ નું મુખપત્ર દખીના એજ એમનું આગવું પ્રદાન જણાતું હતું, અમારા ગુજરાતી ના ટીચર સ્વ,શ્રી ચંદુ ભાઈ ઉપાધ્યા એ એમને સભામાં આરધના બાદ ,— મેં એક જ્યોત એવી ઝાંખી— મને રોમ રોમ ગયી દખી કાવ્ય ગાવા અગ્રહ કરેલો, એ કાવ્ય માત્રની ફિલોસોફી ને અર્પણ કાવ્ય હતું, સુન્દ્રમજી નો ફાડી અવાજ અને મદાર ,– માતાજી પ્રત્યે ની આદર ભાવ સ્પસ્ટ જણાતો હતો, એમની સાથે ઘણીજ ઘન ચર્ચા એમની ફિલોસોફી એક ઝલકતા દીવા જેવી ધીર ઘ્મ્ભીર હતી, શ્રી ત્રિભુવન દશ લુહાર યેજ આપના શુન્દ્રમ, એમના ગમે કરજણ હું ખાસ એમના વ્યક્તિત્વ ના આકર્ષણ થી ગયેલો, ગામની પાદરે ઘેઘુર વડલો અને સાથે તળાવ ,મનને હરીલેતું દ્રશ્ય આજે પણ 60 વર્ષે પણ યાદ છે—સ્વર્ગસ્થ આ કવી એ સામાન્ય નહી પણ સાધુ સ્વરૂપ અદ્ભુત કવિ હતા, પ્રસ્તુત કાવ્યમાં એમની સ્વભાવિક સવાલો કરવાની વૃતિ અને મનની વિતાબના ના સંસ્કરણ દર્શાવે છે ,ચાતક વૃઉત્ય અને શાધ્ક વૃતિ ની ર્મ્દીયલ આ કાવ્ય હયાને હિચકે ઝૂલતી આતુરતા નો અંશ છે।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *