કાવ્યાસ્વાદ ૭ : એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ

સ્વર – સંગીત : ??

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…

6 replies on “કાવ્યાસ્વાદ ૭ : એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ”

  1. બહુંજ સુંદર રચના… અને એક આશ્ચર્યજનક આજના જમાનાને અનુકુળ કહેવાય તેવો પ્રત્યુત્તર્ જેવી કાવ્યની રચના જેમાં મનુષ્યને મહાનર કહ્યો છે -ખરેખર તે ઈશ્વરની એક ચિનગારી જ છે ને !!! – શ્રી નટવરલાલ બુચની યાદ કરવા જેવી ક્રુતિ…પ્રસ્તુત છે …

    યાચે શું ચિનગારી મહાનર (!) …
    યાચે શું ચિનગારી ? ….
    ચક્મક લોઢું મેલ્ય પડતુંને
    બાકસ લે કર ધારી
    કેરોસીનમાં છાણુ બોળીને
    ચેતવ સગડી તારી….મહાનર..
    ના સળગ્યુ એક સગડુ તેમાં
    આફત્ શી છે ભારી ?
    કાગળના ડુચા સળગાવી
    લેને શીત નિવારી….મહાનર..
    ઠંડીમાં જો કાયા થથરે
    બંડી લે ઝટ ધારી
    બે ત્રણ પ્યાલા ચા પી લે કે
    ઝટ આવે હુંશિયારી….મહાનર યાચે શું ચિનગારી ?
    આ કાવ્યરચનાને પણ દાદ આપવી ઘટે..કેમ ..???.!!!
    ઈશ્વરને યાદ કરવા કે આભાર માનવો બરોબર છે
    પણ પ્રાર્થના કરી માંગવા સાથે તેણે જે પ્રયોજને
    જીવન ઉદભાવ્યુ છે તેનો ઋણ સ્વીકારી તે જીવનને
    વધુ મંગલમય બનાવવુ તે જ ધન્યતા છે… આ મારુ મન્તવ્ય છે.

  2. એક જ દે ચિનગારી પ્રાર્થના મારી શાળામાં મે પોતે ગાઇ છે. આજે સુંદર આસ્વાદ સાંભલળ્યો , ૩૦ વર્ષ પૂર્વેના ભૂતકા ળ માનસ પટ પર રજુ થયો ….વાહ વાહ …

  3. સરસ કવિતા, શાળાના અભ્યાસ દરમિયાન મુખપાઠ કરાવવામા આવતી હતી…………આભાર……

  4. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
    ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
    મહાનલ… એક દે ચિનગારી

  5. ગુજરાત ના કવિ જગતના કાવ્ય રચના માણવા માટે ની ઉત્તમ માર્ગ એટલે ટહુકો.કોમ

    ધન્યવાદ આભાર…..આ સેવા માટે.

    વિષ્ણુ લ વૈદ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *