જુઇ – પ્રહલાદ પારેખ

સ્વર : સ્વતિ પાઠક
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
સ્વર – સ્વાતિ પાઠક

સાગરની ચાદર ઓઢીને સુરજ જ્યારે પોઢી જાય.
ભટુરીયાંશા તારલીયા લૈ ચન્દા આભે રમવા જાય.
ખીલેઃએ જુઇ ત્યારે.
તેને ગમતું અંધારે.

માનવ આ દુનીયાને છૉડી સવપ્નો ને સંસારે જાય,
સમીર કેરી લહેરે જ્યારે ફુલો ધીમા ઝોલાં ખાય.
જુઇ જતી રમવા ત્યારે
એને ગમતું અંધારે

પવન તણાં સંગાથે રમતી કોઇ વેળ સંતાકુકડી,
સંતાતી એ ને આવીને લે પળમાં પકડી;
ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર મલકાય;
શાને હસતા?એવી તે શી બન્ને વચ્ચે વાતો થાય?
પ્રભાત સાથે શું નવ વ્હાલ?
ઘેર જતી રે કાં શરમાળ?

– પ્રહલાદ પારેખ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

6 replies on “જુઇ – પ્રહલાદ પારેખ”

 1. Kanankumar says:

  Wonderful…. Vanchi ne khub maja aavi. Arthsabhar kruti.

 2. Suresh Shah says:

  સુંદર. આભાર. અમથી અમથી મૂઈ ઓલ્યા માંડવાની જુઇ … ની યાદ આવી ગઈ.
  ફુરસદે પીરસશો?

 3. Natubhai Modha says:

  સાગરની ચાદર, વાહ ભૈ, જાણે કાશ્મીરની પશ્મીના!!!

 4. chintan says:

  આ રચનાનુ સ્વરનિયોજન સ્વ્.ગુલભાઈ દેખૈયાનુ છે…

 5. સુંદર સ્વરાંકન….

 6. Anila patel says:

  ંઅજા આવી ગઈ સવ્ભલ્વાની . આઅભર્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *