કવિતાનો આસ્વાદ – ટેકનોલોજીના સહયોગથી

કવિતાનો આસ્વાદ – ટેકનોલોજીના સહયોગથી

ગુજરાતી લિટરરી એકેડેમી અને Tahuko,com સંયુક્તપણે એક મહત્ત્વાકાંક્ષી પ્રયોગ શરૂ કરે છે. આશા છે કે સભ્યોને એ પસંદ પડશે અને સહુનો સહકાર સાંપડશે. મધુસૂદન કાપડિયા દર મહિને થોડાંક ઉત્તમ કાવ્યો પસંદ કરી એનો આસ્વાદ કરાવશે. શરૂઆત પ્રહલાદ પારેખનાં કાવ્યોથી થશે. આજ, અમે અંધારું શણગાર્યું, ઘાસ અને હું, બનાવટી ફૂલો અને વાતો. પછી ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, કાન્ત, ન્હાનાલાલ, સુન્દરમ, શ્રીધરાણી, પ્રિયકાંત મણિયાર, બાલમુકુન્દ દવે, વગેરે, વગેરે કવિઓની રચનાઓનો આસ્વાદ કરાવવાની ઈચ્છા છે.
આ કાર્યક્રમનું video presentation નિર્ધારિત સમયે You Tube પર મુકવામાં આવશે. Live Recording અને Interactive આદાનપ્રદાન ભવિષ્યમાં કરવાનો ઈરાદો છે. આ કાર્યક્રમોની રજૂઆત નિ:શુલ્ક હશે. કાવ્યોની નકલ આસ્વાદ રજૂઆત પૂર્વે જોઈતી હોય (અને કાર્યક્રમ પૂરેપૂરો માણવા માટે એ જરૂરી છે) તો મધુસૂદનભાઇને આપનું E Mail address
madhu.kapadia38@gmail.com પર મોકલજો. અનિવાર્ય હોય તો 973-386-0616 નંબર પર ફોન કરજો.

આ કાર્યક્રમનું વીડિઓ સંકલન સુરેન્દ્ર કાપડિયાએ તૈયાર કર્યું છે. સુરેન્દ્રભાઈનું
E Mail address SURENKUMUD4448@Gmail.com છે. અનિવાર્ય હોય તો ફોન 909 599 9885 નંબર પર કરી શકો છો.

ગુજરાતી સાહિત્યની ચૂંટેલી કવિતાઓનો આસ્વાદ મધુસૂદનભાઈના અવાજમાં પ્રત્યક્ષ કચકડે જોવો રસિકો માટે એક લ્હાવો હશે. ચોક્કસ માણજો

આસ્વાદ માણ્યા પછી Comments માં આપનો અભિપ્રાય મોકલવાથી ભવિષ્યના આસ્વાદોમાં સુધારા વધારા કરવાની સૂઝ પડશે. .મધુસૂદનભાઈએ આસ્વાદ કરાવવા ખૂબ જ જહોમત ઉઠાવી છે.

ગુજરાતી લિટરરી એકેડેમી અને Tahuko.com આપ સૌના વતી મધુસૂદનભાઈ અને સુશીલાબેનનો હૃદયપૂર્વક આભાર માને છે.

ચાલો તો કરીએ ગમતાંનો ગુલાલ.
આસ્વાદક: મધુસૂદન કાપડિયા
સમય: દર મહિનાના ત્રીજા રવિવારે નવો આસ્વાદ રજુ થશે અને લગભગ એક કલાક જેટલો ચાલશે. આપની
અનુકૂળતા પ્રમાણે વહેલી તકે જોવા વિનંતી.
સ્થળ: આપનું PC કે Tablet કે Smart ફોન

તાજા કલમ ઃ સૌથી પ્રથમ કાર્યક્રમ, પ્રાસ્તાવિક અને આસ્વાદ, રવિવાર તા. 20 Sept. 2015 12:00 noon EST રજુ થશે.

Tahuko.com પર પણ એની link ઉપલબ્ધ હશે.

આ જ પ્રમાણે દર મહિનાના ત્રીજા રવિવારે નવા આસ્વાદની link ઉપલબ્ધ થશે. જરૂર જોજો, સાંભળજો અને માણજો.
તમારો પ્રતિભાવ ચોક્કસ મોકલજો. અમે આતુરતાથી એની રાહ જોઈશું.

11 replies on “કવિતાનો આસ્વાદ – ટેકનોલોજીના સહયોગથી”

  1. કાવ્યાસ્વાદ અને વિડીયો રજૂઆતનું આયોજન ખુબ જ સારી વાત છે

  2. વિચાર આવે અને અમલમાં મુકે તેવા હજારે એક ટકામાં આવે તેવું માત્ર વખાણવા લાયક જ નહિ પરંતુ આજે શિક્ષકોએ જાતે કાવ્યો બોલી જવા માંડ્યા છે ત્યારે રેકોર્ડિંગને સહારે ઇવન પ્રાર્થનાસભામાં કે જ્યાં માઈકમાં અમારે ત્યાં (માને પણ કહેતા દુખ થાય છે કેમ કે કુવામાં હોય તો હવાડામાં આવે જોકે ગ્રામ્ય વિદ્યાર્થીઓ અદભૂત હ્રીદયગમ અવાજે ગાય છે પણ દરરોજ નહિ) હું ચોક્કસ અદભૂત કાવ્યકણિકાઓનું રસપાન કરાવવા દિલથી પ્રયત્ન કરી જેમ મહેન્દ્ર મેઘાણી ચુંટેલી વાર્તાઓનું પઠન કરાવે છે તેમ બાળકોને થોડું પણ યાદ રહે અને ગાવાનો પ્રયત્ન કરશે તો આપ સહુનો ખુબજ સરાહનીય પ્રયત્ન લેખે લાગશે .ધન્યવાદ

  3. સુંદર પ્રયત્ન…જયશ્રીબેન,
    કવિતાને માણવામાં ટેક્નોલોજીની ભૂમિકા અસરકારક સાબિત થશે.
    બન્ને સંસ્થાઓને અને ટહુકોનાં કલારસિક ભાવક-વાચક(હવે શ્રોતાઓ!)ને
    ‘આપણી ગુજરાતી’ કાવ્ય સમૃદ્ધિનું રસપાન અને રસાસ્વાદપાન કરાવવામાં
    યોગદાન આપનાર સર્વેને અભિનંદન અને ખરેખર ગઝલપૂર્વક વધામણાં.

  4. મધુસુદનભાઈ કાપડિયા નુ ઈમેઈલ એડ્રેસ
    is not acceped by Gmail (!) . Phone number is also returned as ‘wrong’ number (!). Please help me in registering my email id for ‘kavita no aswad’ programme.

  5. Congratulation from bottom of heart for scheduling such a nice program which shall be so anandayak n inspirable for new generation to get touch in poetry n Gujarati sahitya
    Astoo
    Om shanti shanti shanti

  6. મહોદય,
    ઘણા વખત પહેલા પણ મેં વિનંતી કરેલકે કેટલાક મોબાઇલ્ Adob flash player support નથી કરતાં તો કંઇક વૈકલ્પીક ગોઠવણ કરો તો આસ્વાદ લઇ શકાય ફરી એજ વિનંતી કરૂંછું તો ધ્યાન પર લઇ ઘટતું કરવા અરજ છે.

  7. Thanks a lot and congratulations
    in advance
    to
    madhusudanbhai, surendrabhai
    and tahuko.Com…
    for
    their invaluable time, brilliant concept, noble socio-literary service they are going to render considering the contemporary requirements..
    your endeavor is going to be a big hit…
    all the best..
    with warm regards
    Devang..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *