ગઝલ – સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય, તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય, તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય, તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

7 replies on “ગઝલ – સ્નેહી પરમાર”

  1. ટહુકો પરિવાર ના મોભી
    અને સતત કવિતા ને ઝોખી પોખી રહેલા વિદ્વાન ભાવોકો ને મારા વંદન

    આપનો
    સ્નેહી પરમાર

  2. ધન્યવાદ આવી સરસ ગઝલ ટહુકો પરીવાર ને આપવા બદલ.

  3. છેલ્લા બે શેરોમા લાયક છુ ની પરિક્ષા અને લાયક નથી ની કબુલાત….મજા આવી ગઈ

  4. Wow,kathan retima navinata gazalnu aabhushan chhe.jene pap nathi karyu te pathhar mare ne vat yad karavi gai. Abhindan. Rasikjuthani canada.p

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *