એવું બધું – અલ્પેશ પાઠક ‘પાગલ’

હું એટલે કે આંસુ, સપના, આશ, મ્રૂગજળ, પ્યાસ ને એવું બધું,
જિંદગાની ધારણા, અટકળ્ ઊછીના શ્વાસ ને એવું બધું,

ડરતો નથી હું તારી આવી વાતથી મેં આયનાને કહી દીધું ,
કાયમ બતાવ્યા શું કરે પોતાની મારી લાશ ને એવું બધું,

છે એક જાહેરાત અખબારમાં કે ફ્લેટ ના જંગલ મહી,
ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું,

આજે કે જ્યારે આંખને અંધારનઆદત પડી છે માંડ માંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની અજવાસ ને એવું બધું,

મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઊપર હું જોઊ ત્યાં,
આજે હજુયે યાદ આવે એક ચહેરો ખાસ ને એવું બધું,

6 replies on “એવું બધું – અલ્પેશ પાઠક ‘પાગલ’”

 1. atul says:

  કવિ કલપિ રે પન્ખિદા

 2. mukesh parikh says:

  છે એક જાહેરાત આ અખબારમાં કે ફ્લેટ ના જંગલ મહી,
  ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું,

  અદભૂત્….ખૂબ સુંદર….

  ‘મુકેશ’

 3. સુબહાન અલ્લાહ … !! એકેએક શેર લા-જવાબ …

  દરેક શેર ખુબ જ સુંદર અને ભાવવાહી બન્યો છે…

  “ને એવું બધું” રદીફ જ પોતે કેટલું લાક્ષણિક !!

  આવી સુંદર ગઝલ આપવા માટે અલ્પેશભાઈને ખુબ ખુબ અભિનંદન … 🙂

 4. Pinki says:

  શબ્દોમાં લાગણીઓ સ્પષ્ટ કરવી અઘરી જ હોય
  ને ત્યારે ………. -ને એવું બધું માં જાણે બધું ય આવી ગયું.

  સુંદર રદ્દીફ !!

  છે એક જાહેરાત આ અખબારમાં કે ફ્લેટ ના જંગલ મહી,
  ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું,

 5. pragnaju says:

  મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઊપર હું જોઊ ત્યાં,
  આજે હજુ‘યે યાદ આવે એક ચહેરો ખાસ ને એવું બધું,
  વાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *