ઘર ક્યાં છે ? – મનહર મોદી

મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?

– મનહર મોદી

3 replies on “ઘર ક્યાં છે ? – મનહર મોદી”

  1. અંધારે અટવાતો,પડતો ને ઉભો થતો;
    અજવાળાંની એને આદત ક્યાં છે ?

  2. હૈયા વગર ચલતા આ પગરવ ને સાભલો
    હાથ પગ નિ મેદનિ મા માણસ ક્યાં છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *