લઇને આવ્યો છું – ગની દહીંવાલા

હું છું ગઝલ-બુલબુલ…. (Red Wiskered Bulbul ~ સિપાહી બુલબુલ – Photo by Vivek Tailor: 27-04-2009)

હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

– ગની દહીંવાલા

4 replies on “લઇને આવ્યો છું – ગની દહીંવાલા”

  1. વાહ્! વાહ્!!!
    These have been some of my most favorite lines since I read it many years ago!!!
    Thanks Jayshree for sharing///
    અમુક શેર તો કમાલના છે!!
    ૧. સામાન્ય રીતે એવા શેર વાન્ચ્યા છે કે ક વિઓ સમય ના victim હોવાની વાત ક્ર્ર્રરે અને પોતાની સમય સામેની નિર્બળતા દર્શવે… જયારે અહિ…કવિ…જુદાજ મિજાજમા છે!!!
    કેટ્લો આત્મ્ વિશ્વાસ્ અને દ્રઢ્તા અને દ્રષ્ટિ….છે!!! સમય જેવા સમય ને પણ guide કરવાની ખુમારી છે…!!! આ શેર મા
    “સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
    તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.”
    ૨. આ નીચેના શેર ની ક્લ્પના તો જુઓ… જેમ દ્ રિયા ના ખારા પાણી નુ બાષ્પીભવન થાય અને વાદ્ળ થઈ ,અને એ વાદ્ળ મીઠુ પાણી થઇ વરસે એમ્….પોતાના ખારા જીવનમા થી મીઠી કળા-દ્રષ્ટિઆપણ્ ને કવિ આપે છે!!!
    “ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
    જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.”

    વાહ્!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *