જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી – નિરંજન ભાર્ગવ

આજે એક મસ્ત મઝાનું ગીત માવજીકાકા પાસેથી મળી ગયું, તો થયું કે તમારી સાથે પણ વહેંચી જ લઉં..! જીરાથી છમકારેલી છાશ, તાજું માખણ (દુકાનમાં મળતું ‘બટર’ નહિં, હોં!), અને લાપસીની વાત એક જ ગીતમાં આવી જાય, તો કેટલું સ્વાદિષ્ટ બની જાય ગીત..!! 🙂

સ્વરઃ પૌરવી દેસાઈ
રચનાઃ નિરંજન ભાર્ગવ
સંગીતઃ નવીન શાહ

જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી
જીરાથી છમકારી છાશ

આખા ઘરમાં છીંકાછીંક બસ
આખા ઘરમાં છીંકાછીંક બસ..

જીરાથી છમકારી છાશ

પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા

છમકારો તો ચોકટ ચમચ ચમકી ચડી ગયો છે છાપરે
હલકી ફુલકી હવાની ઓઢણી ધમકની ધારે સાસરે

રમતો પુષ્પો કરી રહ્યા છે સવાદિયા થઈ સ્વાદ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા

તાજું માખણ તાજું છે તો શેકું શુકનની લાપસી
મનમાં ગમતી વાત કરી ત્યાં કોણે પૂરાવી ટાપસી

મુંગામંતર બેઠાં’તાં જે ઓલ્યા બારે માસ ઈ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા

જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી

3 replies on “જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી – નિરંજન ભાર્ગવ”

  1. વઘારનો છમ્કરો,જિરાની સુગન્ધ અને લાપસીનું ગળપણ …..મજા પડી ગઈ….

  2. સરસ….. પણ જે જીરાથી છાશ છમકારે, ‘ઓલ્યા’, ‘મૂન્ગા મન્તર’ ‘સવાદિયા’ જેવા શબ્દો વાપરે એનેી વાતમા ‘પુષ્પો’ શબ્દ કેમ આવે ?

    • જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, આ કહેવત ને સાચી પુરવાર કરે છે” ઓલ્યા’, ‘મૂન્ગા મન્તર’ ‘સવાદિયા’ જેવા શબ્દો વાપરે એની વાતમા ‘પુષ્પો’ શબ્દ શું આખુ બ્ર્હમાંડ સમાઈ જાય છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *