ગઝલ – ભારતી રાણે

તેજના ભારા લખ્યા ને ઘોર અંધારા લખ્યાં,
તેં હરેક ઈન્સાન કેરાં ભાગ્ય પણ ન્યારાં લખ્યાં.

સૂર્ય પર જ્વાળા લખી ને રણ ઉપર મૃગજળ લખ્યાં,
રાખની નદીઓ તટે તેં સ્વપ્ન-ઓવારા લખ્યા.

શું હતો તુંયે વિવશ લખવા હૃદયને શબ્દમાં ?
જળ ઉપર લહેરો લખી ને આભમાં તારા લખ્યા !

ઘાસ પર ફૂલો લખ્યાં ને ડાળ પર પર્ણો લખ્યાં,
મોસમે આ પત્ર કોના નામના પ્યારા લખ્યા ?

ચંદ્રએ શાના ઉમળકે સાગરે ભરતી લખી ?
ડૂબતા સૂરજને નામે રંગના ક્યારા લખ્યા ?

કોણ દિવસરાત શબ્દોની રમત રમતું રહ્યું ?
રેત તો ભીની લખી, ને સાગરો ખારા લખ્યા !

– ભારતી રાણે

6 replies on “ગઝલ – ભારતી રાણે”

  1. Wow…મજા પડી ગઈ……..ન્રુત્ય કરતા અક્ષરો થી કાવ્ય પણ પ્યારા લખ્યા…..

  2. કવિતા
    વિરોધાભાસો-અતિશયોક્તિ વગર, કવિતા થઇ શકે ખરી?
    સંવેદના-લાગણીઓ,આવેગો વિના, કવિતા થઇ શકે ખરી?
    -લા’કાન્ત ‘કંઈક’ / ૫.૨.૧૫

  3. અતિ સુંદર ગઝલ.ેક પણ શૅર નબળો ન કહેી શકાય..સદા સરળ શબ્દોમાં બહુ જ ઊંચેી વાત કહેી દેીધેી છે….કુદરતેી તત્ત્વો સાથેનેી સરખામણેીથેીશબ્દોથી ચિત્ર દોરાયાં છે..અભિનંદન ..

Leave a Reply to Bankimchandra Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *