અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે


થોડા દિવસ પહેલા મમ્મીના અવાજમાં ‘બાપુજીના પાઠ તમે ભણી જુઓ’ ગીત મૂક્યું હતુ, યાદ છે? (રેંટિયા બારસના દિવસે). એ ગીતની કોમેંટમાં રસિકભાઇએ એક બીજા ગીતના શબ્દો લખ્યા ‘એનું જીવનકાર્ય અખંડ તપો..’ મેં જ્યારે મમ્મીને એ કોમેંટ વાંચી સંભળાવી, મમ્મીએ મને આખું ગીત સંભળાવી દીધું.

એટલે મને થયું, તિથી પ્રમાણે ગાંધીજીની જન્મજયંતિ ઉજવી, તો તારીખ પ્રમાણે બીજી ઓક્ટોબર પણ ઉજવશું જ ને – ત્યારે આ ગીત મુકશું ટહુકો પર.

ગાંધી બાપુને અંતરના પ્રણામ સાથે સાંભળીએ આ ગીત…

સ્વર – ગુલાબબેન ભક્ત

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !

અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !

એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !

એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !

એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;

લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.

એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !

– જુગતરામ દવે

10 replies on “અમ વચ્ચે બાપુ અમર રહો ! – જુગતરામ દવે”

  1. ગાંધીજી વિશેનું બીજું એક ગીત આજે ક્યાંય મળતું નથી. નાનપણમાં એની રેકર્ડ સાંભળેલી. ગીતના શબ્દો છે, ‘કોના પગલે પગલે ચાલી જાય છે વણઝાર, કોના સાદે શહીદ થાવા આવે નર ને નાર.‘ જો યાદ હોય તો ગાઈને તેની ઑડિયો ક્લિપ મૂકવા વિનંતી છે.

  2. This is my favourite song,it was woven in my youth life,I myself am singer and poet,write singable songs.i was student of LOKSHALA Gandhian school at Hathab Bungla,near Bhavnagar for three years viz 1969 to 1972 for STD 8,9,10.in my turn in prayer I prefered this song to sing.i live simple life in Sarthana area of SURAT.

  3. સરસ ગીત બહુ જ ભાવવાહી અવાજ ગાયેલુ છે. તમારો અને તમારા મમ્મિનો ઘણો આભાર

  4. ખુબ જ ભાવસભર ગીત પુજ્ય બા,ગુલાબબેન્ને અમારા પ્રણામ…..આપનો આભાર…..
    ભાગ્યે જ સંભળવા અને વાંચવા મળે એવુ ગીત નો આસ્વાદ માટે ખુબ ખુબ આભાર………………

  5. I had to stop and listen the whole thing twice… Years of changes in life and locations were not able to erase this one… It took me back to school days. This geet was part of ‘Daily Samooh Prathna’. THANK YOU for the rare experience.

  6. Every time, I come across a song, related to “Bapu”, I feel like a new inspiration.
    Here I come with a request. Somebody- anybody , please find me a song written long time back. It goes
    something like this—- ત્રિસ્મિ તરિખ જન્યુઅરિ ઓગનિસો અદતલિસ્ શુક્રવાર નિ સન્ધ્યા તાને સમ્ભલાનિ એક ચિસ્,
    વિશ્વ નો બાપુ ખોવાયો હિન્દ્ નો દિપક બુજાયો
    બિરલા હઉસ થિ નિકલ્યા બાપુ આવ્યા પ્રર્થના સ્થાને, આજ થયુ કેમ મોડુ બાપુ, pucchyu ek yuvane.
    Bapu jawab kai vale tyato pistol nihale, bapu jawab kai aape tyato fa5t fat goli chhuti
    Hind tana ladila virani jivan dori tuti, bapu marata marata re papine mafi to ichchhe.

    This is the first transa. I have been looking for this lost song since 40 years. Please give me this song
    if anybody has it.
    THANK YOU. ( could not write in gujarati)

  7. Sundar geet varsho pachi pan yaad rahyu te mate abhinandan.
    Bapu Bharat ne dhany kari gaya. Have apne Bapu ne gamtu kam karvanu chhe je have apna PM NaMo e upadyu chhe – Swachhata Abhiyan. Swatchha Bharat.

  8. પુજ્ય બા ને સાદર પ્રનામ્ કેતલા વરસ પચ્હિ ગિત સાભલ્વા મલ્યુ, બિજુ એક ગિત શોધિ શકો તો સારુ. ગિત ના શબ્દો ચ્હે.
    > પથિક તારે વિસામ ના દુર દુર આરા. < આભાર્.

Leave a Reply to Kaumudi Cancel reply

Your email address will not be published. Required fields are marked *