મુને એકલી જાણીને ક્હાને છેડી રે….

સ્વર : નિશા ઉપાધ્યાય

.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…
પછી કહી દઉં જશોદાના કાનમાં.
મારો મારગડો છોડીને હાલતો થા…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મેળામાં મળવા હાલી, મારી સરખી સૈયરને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની ક્હાન,
મારો છેડલો ન ઝાલ, તને કહી દઉં છું…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

બેડલું લઇને હું તો સરોવર ગઇ’તી
પાછું વળીને જોયું, બેડલું ચોરાઇ ગયું,
મારા બેડલાનો ચોર, મારે કેમ લેવો ખોળી…
દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

32 replies on “મુને એકલી જાણીને ક્હાને છેડી રે….”

  1. કેવી સરસ મજાની રચના, કવી ની કલ્પના તો જુઓ. ભગવાને મને છેડી. કનૈયો છેડે એ કોને ના ગમે! બહુ ગમે પરંત એક્લા જાણી ને બહુ આનંદ ના આવે, બધાને જણાવવી છે કે હુ તો કનૈય ની પ્યારી છુ. વળી માતા ને જણાવવુ છે કે કનૈયા નો સંબધ કરતા પહેલા વિચારજો , કનૈયો મને ચાહે છે. અને વાત ફરીયાદ રુપે જાહેર મા કહેવાય તો બધા ને જલદી થી જણ થાય.
    સરસ મજાનુ ગીત, સરસ મજા નુ સંગીત અને સુમધુર સ્વર અને વિષય ક્રુષ્ણ હોય તો કહેવુજ શુ!

  2. GREAT SONGS FROM RISHABH GROUP BARODA………

    MISS U GUYS IN NAVARATRI………

    IN TORONTO WE HV GITANJALI GROUP BUT U CAN NOT COMPARE APPLE WITH ORANGE…..

  3. Hi Jayshree !!!

    Khub j saras prem geet !! Evergreen !!
    And subsequently the image is excellant !!

    Regards
    RAJESH VYAS
    CHENNAI

  4. વાહ સરસ
    જોરદર
    મોગેમ્બો ખુશ હુઆ……….
    ગબ્બરનિ ખબર નથિ પણ હુ ગોડો થૈ ગ્યો….

  5. best ગરબો મારે આ ગરબા નુ આલ્બમ ખરીદવુ છે.કારણ કે એક વાર સાભળેલ સ્વર ૢ અવાજ ૢ રાગ પછી ના કોઇ થી ગવાયલુ બહુ જામ્તુ નથી તો તમે કવિ ગાયક અને આલ્બમ નુ નામ તથા કઇ કમ્પની એ રીલિઝ કર્યુ છે તે જાણવા માંગુ છુ. બાકી આ ટહુકા થી હુ આજ સુધી કેમનો અજાણ રહ્યો એજ અચરજ ની વાત છે.

  6. ghana divso thi aa song sodhto hato…
    bahu maja aavi sambhdvani……..
    mane “jivan anjali thajo” prayer, aapva vinanti….

  7. તમે નિશા નુ એ સાબારકાથા નો શાહુ કર રિશ્ભ નો ગરબો મુક્શો?

  8. જયશ્રી ગરબા મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર! આ વર્ષે ગરબા રમવા ના જરાય નથી મળ્યા એટલે ટહુકા ના ગરબા પર જ નવરાત્રી પસાર કરી છે!

    આ તો ખૂબ માનીતો ગરબો પણ મારુ એમ માનવુ છે કે આ સ્વર નિશા ઉપાધ્યાય નો નથી

Leave a Reply to vijay H joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *