એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?

રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?

નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ

નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

14 replies on “એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા”

  1. I like a girl namely Rachna. We both love each other, but can’t confese it. My name is Amit. Send me some best lovepoems like “Aek chhokri saav achanak…..” I wish you do it

  2. એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
    અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

    ખુબજ સુંદર, મજાનું ગીત…યુવાવસ્થાની યાદ અપાવી.

  3. બહુ સુંદર…યુવાવસ્થા યાદ આવી ગઈ…

    ‘મુકેશ’

  4. રપાના આવા ગીત બાદ યુવાનીમા આવતાના ભાવની સુંદર અભિવ્યક્તી

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *