એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?

રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?

નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ

નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

14 thoughts on “એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા

 1. pragnaju

  રપાના આવા ગીત બાદ યુવાનીમા આવતાના ભાવની સુંદર અભિવ્યક્તી

  Reply
 2. mukesh parikh

  બહુ સુંદર…યુવાવસ્થા યાદ આવી ગઈ…

  ‘મુકેશ’

  Reply
 3. ALPESH

  એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
  અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

  ખુબજ સુંદર, મજાનું ગીત…યુવાવસ્થાની યાદ અપાવી.

  Reply
 4. Amit

  I like a girl namely Rachna. We both love each other, but can’t confese it. My name is Amit. Send me some best lovepoems like “Aek chhokri saav achanak…..” I wish you do it

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *