તું પૂછે પ્રેમનું કારણ – તુષાર શુક્લ

 

તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

– તુષાર શુક્લ

8 replies on “તું પૂછે પ્રેમનું કારણ – તુષાર શુક્લ”

  1. “પ્રેમ તો કેવળ પ્રેમ છે.
    એમાં શું કારણ? શું કેમ?”

    “હું પામ્યો એટલું તારણ
    આ પ્રેમ છે સાવ અકારણ-”

    ખુબજ સરસ રચના છે…

    વાહ ! તુષારભાઇ

    હેમાગ બુચ્

  2. “પ્રેમ તો કેવળ પ્રેમ છે.
    એમાં શું કારણ? શું કેમ?”

    “હું પામ્યો એટલું તારણ
    આ પ્રેમ છે સાવ અકારણ-”

    ખુબજ સરસ રચના છે…

    વાહ ! તુષારભાઇ

  3. તુષારજી

    ખુબજ સરસ રચના છે…

    “હું પામ્યો એટલું તારણ
    આ પ્રેમ છે સાવ અકારણ-“

  4. ફૂલ સરીખો સહજ ખીલે
    ને રેલી રહે સુગંઘ
    પ્રેમ છે કેવળ પ્રેમને માટે
    શાના ઋણાનુબંધ?

    ના શરતોનું કોઇ ભારણ
    આ પ્રેમ છે સાવ અકારણ-

    ઘણી સરસ રચના છે…

  5. “પ્રેમ તો કેવળ પ્રેમ છે.
    એમાં શું કારણ? શું કેમ?”

    છે તરસ રાધાની આંખોને જેની,
    પ્રેમ હરિનો કાગળ છે……….

  6. પ્રેમ તો કેવળ પ્રેમ છે.
    Love is love is nothing logic
    Love is love is everything you do
    Open up your eyes and you will see..
    Love is love is everything to me
    Love is just to be close to you
    Love is love is nothing without you

  7. “પ્રેમ તો કેવળ પ્રેમ છે.
    એમાં શું કારણ? શું કેમ?”

    વાહ ! તુષારભાઇ
    આ વાત પર મરાઠી કવિ મંગેશ પાડગાંવકરની એક પંક્તિ યાદ આવી ગઇ.
    ” પ્રેમ એટલે પ્રેમ … એટલે પ્રેમ…
    આપણાં સહુંનું સરખું… બસ એમ જ હોય છે ”
    અર્થાત આ પ્રેમ કદી કોઇ વ્યાખ્યામાં બંધાયો નથી. એ તો યોગ અને સંજોગથી વીંટળાઇ આપોઆપ અને અકારણ ઉદ્દભવે છે.

    ” પ્રેમ છે કેવળ પ્રેમને માટે
    શાના ઋણાનુબંધ? ”

    મારાં મતે પ્રેમ એ બંધન નથી પણ એમાં સંબંધનું સૌન્દર્ય છે અને એટલે જ એક વાત નક્કી કે આ પ્રેમ ભલે અકારણ થયો હોય પણ જો એ કોઇ સંબંધના હાંશિયામાં કેદ થઇ ને બેઠો હોય ત્યારે એ શોભે પણ ખરો.
    કહેવાય છે કે “અસ્તિત્વ” એટલે જ સંબંધો….. અને એટલે જ ઋણાનુંબંધન…… જેમાંથી આ લોક્માંથી તો નહીં પણ પરલોકમાં ગયાં પછી પણ છૂટાતું નથી.

    – ડો. જગદીપ ઉપાધ્યાય

  8. ના શરતોનું કોઇ ભારણ
    આ પ્રેમ છે સાવ અકારણ-
    સુંદર્
    અહંકાર પ્રેમને પાગલપણું સમજે છે. છોકરમત સમજે છે. અહંકાર લેવાની જ ભાષા જાણે છે, પ્રેમ માત્ર દેવાની. પ્રેમ ન તો કોઈ શાસ્ત્ર છે, ન તો કોઈ પરિભાષા! પ્રેમનો કોઈ સિદ્ધાંત નથી

Leave a Reply to Mehmood Cancel reply

Your email address will not be published. Required fields are marked *