ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ

સ્વર : રેખા ત્રિવેદી

.

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

13 replies on “ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ”

  1. I would like to listen the song => “બોલે ઝીણા મોર..” it is from the same album of “ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ” please if possible help me out with the song. I am finding this song from many year.

  2. LAGE 6E JANE FARI EK VAR KRISHNA YUG MA AVI GAYA HOY

    ITS REALLY VERY GOOD …. I GLAD TO HEAR THIS…

  3. khub j sundar avaj che rekha ji….hamna ek divas savar ma redio par treevidha ma bhajan sambhadyu…bahuj gamyu….surch karta mali gyu….aatla mitha avaj ma bhajan sambhadva thi divas ni khub saras saruvat thay che….thenx rekha ben…

  4. રેખાબહેનના અવાજમા આ ભજન સાભળવાની બહુ મઝા આવી. છેલ્લી કડીમા કાનોદાણીનો અર્થ નહિ સમઝાયો.

  5. મીરાનું આ ગીત સામાન્ય રીતે દર્દપૂર્ણ ભાવમાં ગવાય છે. મારા મતાનુસાર મીરા ફક્ત ભક્તજ નહીં એક વિદ્રોહી નારી પણ હતી જે પોતાના પ્રેમ માટે સમાજના નિતીનિયમોનું ઉલ્લ્ંઘન કરવાની હિમ્મત ધરાવતી હતી. આ ગીત સાચા અર્થમાં ‘boldly,’and ‘rebelliously,’ કાંઈક ‘પ્યાર કીયાતો ડરના ક્યા’ જેવા ભાવથી ગવાવું જોઇએ.

  6. કાન્હાજેી નિ ભક્તિ નો ર્ંગ તો મિરાબાઇ જ જાણે રે

  7. જાણે મીરાબાઇ પોતે જ ગઇ રહ્યા હોય… એટલો સુ્ન્દર અવાજ…
    અભિનન્દન, ધન્યવાદ.

  8. જયશ્રી બેન,
    ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ, ગીત સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો. આવા ભક્તિમય ગીતો રેડિયો ચેનલમાં અલગ તારવી સવારે નિયમિત સાંભળી શકાય તો ગુરરાતી કાવ્યોની મઘુરતા સાથે બાળકોમાં સંસ્કાર પણ આપી શકાય.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  9. wish to hear this bhajan again and again, does not wish to hear other one. what a sweet voice , taal and raag! Thanks.

  10. મધુરી ગાયકી
    લયસ્તરો પરના મૂળગીતનાં શબ્દો વધુ ભાવવાહી છે

Leave a Reply to rekha Cancel reply

Your email address will not be published. Required fields are marked *