બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ – મુકુલ ચોકસી

 

બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.

કોઇને ગમતા નહોતા તેઓ પણ આજે મુકુલ
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યા જુઓ.

 

15 replies on “બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ – મુકુલ ચોકસી”

  1. જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
    વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

    —-ખુબ જ સરસ મુકુલ કાકા…..બહુ સાચુ પાર્ખ્યુ…

  2. એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
    ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

    સરસ !

  3. એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
    ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.
    ….જો એમ કહિયે કે દાગ ના હુસ્ને ખયાલ નો વારસો મુકુલ ચોક્સિ એ જાળવ્યો તો એમા કોઈ અતિરેક ન કહેવાય, હુસ્ને મત્લા મા મુકુલ ભાઈ એ ગઝલ મા હુસ્ને ખયાલ કોને કહેવાય તે સમજાવિ દિધુ. મુકુલ ભાઈ નિ રચના હમેશા ગઝલ ના હાઈજિન ફેક્ટર નિ બાબત મા ચોક્કસ હોઈ, તેમને મુકુલ ચોક્કસિ કહેવા

  4. જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
    વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

    મુકુલભાઈ તમને એક શેર અર્પણ કરી ચાલ્યા જુઓ

    એ તૂટી જાશે છતાં જીવંત દ્શ્યો રાખશે
    દ્શ્યોના ઘરમાં અરીસા ખૂટી ચાલ્યાં જુઓ

    મુકુલભાઈ, સુંદર રચના

    – અમિત ત્રિવેદી

  5. આબેહુબ કાવ્યને અનુરુપ ચિત્ર ઘણું સરસ
    રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
    ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.
    પંક્તીઓ વધુ ગમી

  6. જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
    વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

    રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
    ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.

    સ-રસ શેર …….

  7. એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
    ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

    હકીકત ની બહુ સુંદર રજુઆત…

    ‘મુકેશ’

Leave a Reply to Kunal Joshipura Cancel reply

Your email address will not be published. Required fields are marked *