ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે – રઇશ મનીઆર

રઇશભાઇની આ કેટલીય ગમતી ગઝલોમાંની આ એક.. અને શ્યામલ-સૌમિલની જોડી એમાં જ્યારે સ્વર-સંગીત ઉમેરે, ત્યારે ખરેખર ભરઉનાળામાં ઠંડી ઠંડી છાશ જેવી મઝા આવી જાય.. 🙂

.

ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ,
ઉકાળો મળે જો તરત ગટગટાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન કુરિયર ન એસટીડી ન તો ફેક્સ્ કરતો,
એ પેજર મોબાઈલ થકી ખુબ ડરતો,
પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ના હોન્ડા ના સેન્ટ્રો ના ઓપેલ ઍસ્ટ્રા,
ના ઍસ્ટીમના ફ્રેન્ડ, ફ્ર્ન્ટી કે ઉનો,
બળદગાડું એને હજુ પણ લુભાવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

ન રાની ન કાજોલ ન ટ્વિન્કલ ન તબ્બુ,
કરિશ્મા નહીં ને રવિના કદિ નહીં,
હજુ એને નરગીસ સપનામાં આવે,
રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

52 replies on “ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે – રઇશ મનીઆર”

  1. સર મજા આવિ ગઈ વાવા મ્મોજ્જે દર્ર્યો

  2. ખુબ સરસ મજા ની કાવ્ય રચના છે. મને ખુબજ ગમી.

  3. Please correct the lyrics :
    ના ઍસ્ટીમ ના ઝેન્, ફ્ર્ન્ટી કે ઉનો

  4. રૈસ ભઐ નિ આ રચ્ન જને એક્વિસ્મિ સદિ નો કવિ પન હ્રદય તો હજુ વિસ્મિ સદિ નો

  5. રઇશભાઇ,આને હજલ શા માટે કહેવી? ગજલ કેમ નહીં. ખુબ સરસ.

  6. રઈશ તો વિતેલ મિલેનિઅમ નો માણ્સ તેથિજ તો મોબઈલ્ ને પેજસ થિ ડરે.કાજોલ નુ તો કઐ નૈ ને હજિ નર્ગિસ ને રડે.

  7. સાવ જ સાચુ. આપણા આધુનિક જીવન ની કરુણતા જાણવા છતાંયે આપણાથી કશુંયે ક્યાં કંઈ થાય છે?

  8. હમેશ નિ જેમ મજા નુ ગિત આવુ લખતા રહો અને અમને આન્નદ આપતા રહો
    એવિ શુભકામના સહિત –વિનય લન્કાપતિ અને તમારો જુનો દર્દિ કવિ વિનય લન્કાપતિ

  9. રઇશ મનીયાર,રચનાત્મક,માનવિય ભૌતીક કર્મ હોવા ઉપરાત નુ કાર્ય

  10. આની સાથેજ 1 2 3 …. ચોગડાની ચડ્ડી સરરર ઉતરી ગ ઇ … ગણિત ચોરસ ત્રિકોણ બિદુ… વગેરેને સાથેજ સાભળો … કદાચ જુ કે જી ના બદલે નાની મંડળીમા નવા ભૂલકા/કી નેમૂકવાનુ મન્ થઇ જશે.
    માધ્યમ 1 થી 7 માતૃભાષામા અને અંગ્રેજી 1 લા ધોરણ થીજ ઉત્તમ હોવુ જોઇ યે…
    મન્નાડે ના 1 હુતુતુતુ… 2 પંખીઓ એ કલશોર કર્યો 3 ચકલી એ ચક ચક કરી … 4 चून चून करती आइ चिडीया… 5 હું ફુગ્ગા વાળૉ .. 6 હા આ આવ્યુ વેકેશન … જરુરથી સાંભળશો… આ યુગમા ફરી આવી જવા દેવાંગ પટેલ વાળૉ રેપ સાંબળવો…..

  11. ખૂબજ બારીકાઇથી જુઓ …સંવેદન એક કવિ અને પત્રકારને સજીવ કરે છે….
    ફેમસ ન થાય તો જ નવાઇ લાગે..વર્તમાન અને ધરતી પર
    રુબરુ લાઇવ પણ આજ ત્રીપુટી પાસે ઘણીવાર સાંભળ્યુ છે… સદાય એક નવી ઝટકી
    ( કીક !!!! ગુજરાત મા ગઝલ કવિતામા જો બન્ધી આવી તો મર્યાજ સમજો… )
    વાગે છે.. કોઇકે ગોઠવેલુ જોડકણુ કીધુ … 3 કલાક તેની ખબર લઇ નાખી….
    સ્વરાંકન ઉત્તમ ,,,સુર તાલ ભાવ … બદલાતા આરોહ અવરોહ છતાંય છંદમાં !! લાઇવ મા વધુ અસરકારક ભાવ લાગે છે… ડો હરકાંત જી જોષી दुबारा… दुबारा….. drHfan DrHfan

  12. રઈસ મનિયાર ને સાંભળવા નો લહાવો પણ અદભુત્ છે. ને એમની રચના એટલી જ અદભુત હોય છે.

  13. આ રચના મા ખરેખર શીરમોર જો કૈ હોય તો એ રઇસ નો અદભુત ફોટો …….
    હજુ એને નરગીસ સપનામાં આવે, રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

  14. Fantastic…It brought me to early days when the things of past Millennium were under my reach…

  15. ઘના સમ્યે મજા આવિ આપ બને ને સાભલ વા થિ રેચાજ થવાય ય જ આ હ્કિક્ત

  16. આ ગિત શ્યામલ્-સૌમિલ મુન્શિનુ સન્ગિત્કાર તરિકે અને રઇસ મનિયાર્ નુ ગિત્કાર તરિકે સિમાચિહ્ન ચ્હે. અતિ સુન્દર્!!

  17. તહુકો.કોમ વખાનુ કે તેના કવિ,ગાયક અને સન્ગિતકાર ને વખાનુ!
    હિતેશ્

  18. મસ્ત હઝલનો મસ્ત કરામતી ફોટો અને મસ્ત ગાયકી!
    ઘણાની વીતેલા મિલેનિયમ જેવી મનોદશા પોતાના નામે લખવાની પધ્ધતિ ખૂબ આકર્ષક છે!

  19. ગજાના શાયરને જોડકણાં લખવામા શ્રમ પડતો હોવો જોઇએ.

  20. રઈશભાઈની સુંદર હઝલ અને એવી જ હળવી ગાયકી… પણ સહુથી વધારે તો રઈશભાઈનો ઊંઘતો ફોટો અને નરગીસનું સ્વપ્ન ગમી ગયું… વાહ!

  21. શબ્દો, સ્વર અને સંગીત તો ખરાં જ …
    પણ મને તો ફોટાની કરામત બહુ ગમી ગઈ.

  22. રઇશભાઇની આ રચના અને શ્યામલ-સૌમિલનું સ્વરાંકન ખુબ સુંદર.આને આપણે ભૂતકાળ વાગોળતો કવિ કહેવો કે પછી ભવિષ્ય વાંચતો કવિ કહેવો ?

  23. મજા આવી ગઈ આ એકવીસની સદીમાં જીવતી વીતેલા મિલેનિયમની વ્યકિતને. હળવા થઈ જવાય તેવુ ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *