ઢીંગલીને મારી હાલાં ….

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

વાદળનું તો પારણું બાંધ્યું
ને તારાની હીંચકા દોરી
ચાંદામામા લાડ લડાવે
પરી રાણી કરે લોરી

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

સૂઈ જા ઓ મારી ઢીંગલી બેના
રાત હવે પડવાની
નાની નાની આંખો મીચી
નીંદરડી જો મજાની

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

નીંદરડીએ પોઢીને તમે
પવન પાંખે ઊડજો
પંખીઓના મીઠાં મીઠાં
ગીતો તમે સૂણજો

હાલાં હાલાં હાલાં રે
ઢીંગલીને મારી હાલાં

___________

આભાર – માવજીભાઇ.કોમ (http://mavjibhai.com/)

3 replies on “ઢીંગલીને મારી હાલાં ….”

 1. Vijay Bhatt (Los Angeles) says:

  “વાદળનું તો પારણું બાંધ્યું
  ને તારાની હીંચકા દોરી
  ચાંદામામા લાડ લડાવે
  પરી રાણી કરે લોરી..”

  વાહ્… ! મારે પણ આ રીતે સુવુ છે….!!!

 2. hirabhai says:

  મઝાનુ હાલરડુ મા અથવા દાદીમા ઢીગલી ને હાલરડુ ઞાઇ સુવડાવતા હોય તેવા ફોટો -વીડિ યો ની ખોટ રહી.

 3. કેતન રાવલ says:

  ઢીંગલા ને તો હર કોઈ હાલા હાલા કરી સુવાડે, પ્રેમથી ઢીંગલીને સુવાડે તે જ સાચા મા અને બાપ કહેવાય
  દાદા દાદીને દીકરો વહાલો એમાં શું નવાય ? દીકરીને વહાલી કરે તો જ સાચા અર્થમાં દાદા દાદી કહેવાય

  કેતન રાવલ ગોધરા
  ૯૪૨૮૮૪૦૧૦૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *