તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

લગભગ ૨ વર્ષ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ મિલિન્દની ગઝલ – આજે બે અલગ અલગ સ્વરાંકનો સામે ફરી એકવાર માણીએ..!

(અષાઢી સાંજે….   Photo: by Ted Szukalski )

.

.

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

43 replies on “તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’”

  1. પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
    એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

    my my…awesome

  2. બહુ જ સુન્દર રચના અને ખુબ જ સરસ સ્વરાંકન
    congrtulation ડૉ. ફિરદૌસ દેખૈયા ડૉ. કેદાર ઉપાધ્યાય મિલિન્દ ગઢવી

  3. …તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
    તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે…

    ..હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
    હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે…

    સરસ..

  4. મિલિન્દ, ખુબ સરસ રજુઆત…………
    જય સિયારામ…………

  5. પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
    એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે…સુંદર રચના..

  6. સ્વર અને સ્વરાન્કન પણ ગઝલના શબ્દો જેટલા જ ઉત્તમ અને હ્રિદયસ્પર્શેી…………..અભિનન્દન

  7. pela parvat ni toch kahe chhe ke 2 premi aakhar vaar malya….
    vah…..koi vitela divaso ni yaad taaji karaavi gayu

  8. નિરાશા ફણગે નિઃસાસા ઉગે. આટલો બધો ગમ?
    છેલ્લી વાર મળેલા પ્રેમીના ઝુરાપાને કલ્પતુ

  9. મિલિન્દભાઈ ગઢવી,

    મારી પહેલા ૩૧ મિત્રોએ આપને નવાજ્યા છે, છતા મારા અભિનંદન મુકવાનું મન થઈ ગયું. તમારી ગઝલ ખુબજ novel and creative
    છે. આવી સુંદર ગઝલો અને કવિતાઓ લખતા રહો તેવી શુભેછાઓ.

    Dinesh O. Shah,Ph.D., Gainesville, Florida, USA

  10. વાહ મિલિન્દ
    ” મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
    તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે ”

    વાહ કવિરાજ વાહ

  11. વાહ.. મિલિન્દ અને કેદાર બેય એકસાથે ચમકયાંને કંઈ..ખુબ ખુબ અભિન્ઁદન દોસ્તો..
    સ્નેહા પટેલ

  12. તુ મને રોક ના આજ …. મારે મન મુકેી ને વરસવુ ચે . …
    તુ આજ દુબિ જાય મારા વ્હાલ મા … એતલુ તને ભિન્જવવુ ચે…
    મારે મન મુકિ ને વરસવુ ચ્હે ….

    ધલ્તિ સાન્જે નદિ કિનારે પક્શિ બનિ ને વિહરવુ ચ્હે …
    તારા સાથ નો રન્ગ લઇને મારે આકાશ ને ચિતરવુ ચ્હે …
    મારે મન મુકિને વરસવુ ચ્હે …..

  13. વાહ રે વાહ મિલિંદ ભાઈ
    તમારી કલ્પના ની તો કલ્પના કરવી ઍજ ઍક કલ્પના છે

  14. આપણી ભાષાને ગૌરવ અપાવશે એવો આ કવિ છે. પૂરી સજ્જતાથી સર્જન કરતો આ કવિ, પ્રથમ મુલાકાતથી જ ગમિ જાય એવો છે. આ ગઝલ પણ ખુબ ગમિ. અને બંને સ્વરાંકનો પણ ખુબ ગમ્યા. તારી પ્રગતિ જોઇને અત્યંત આનંદ થાય છે દોસ્ત. ખુબ ખુબ શુભેચ્છાઓ…. દેખૈયા સાહેબ તથા શ્રી ઉપાધ્યાયજીને પણ શુભેચ્છાઓ.

  15. ખુબ સાંભળાવો, અને મમળાવવો ગમે, અને પ્રથમ મુલાકાતથી જ સૌને “ગમિ” જાય એવો આ આપણી ભાષાને ગૌરવ અપાવશે એવો કવિ છે. બંને સ્વરાંકન સુંદર થયા છે. ફિરદોસભાઈ તથા કેદારભાઈ બંનેનો આભાર કે બેઉએ ગઝલને બારીકાઈથી જોઇ છે. અને ખાસ તો ગ.મિ.ને અભિનંદન આટલી બળકટ રચના બદલ. ખુબ ખુબ શુભેચ્છાઓ દોસ્ત. તારી પ્રગતિ જોઈને અત્યંત આનઁદ થાય છે.

  16. “તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે”
    વરસાદ બનીને મળવાની કલ્પના દાદ માંગી લે છે..

  17. …મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
    તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે…

    ..Beautiful!!!…

  18. સરસ રચના,
    હુ સ્વપ્ન ભલા ક્યાંથી વાવુ,
    અને મારામા મારા હોવાની વાત સરસ છે.
    અભીનન્દન.

  19. તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
    તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

    શું ગઝલ છે, વાહ!

  20. આ સ્વરાંકન ફક્ત રીધમના એક લૂપ પર રફ રેકોર્ડ કર્યું છે.તેનો આખો ટ્રેક હજી બને છે.આ સ્વરાંકન ટહુકો પર મુકવા બદલ આભાર.બહુ જલ્દી આનું સારૂં રેકોર્ડીંગ મોકલીશ.

    -ડૉ.ફિરદૌસ દેખૈયા

  21. તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
    તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

    whole gahzal is nice one..

  22. બન્ને સ્વ્રરરચનાઓ અત્યન્ત સુન્દર.કમાલના શબ્દો. અન્દરથી હાલી જવાયું.
    હે ભગવાન, તે હી મમ દિવસાહા ગતાહા.

  23. ગઝલ ખૂબ ગમી મિલિન્દ….!
    અને સૌરાષ્ટ યુનિ. જૂનાગઢ અમરેલી પોરબંદર દ્વારા યોજાયેલા યુથ ફેસ્ટીવલમાં ગઝલ અને પાદપૂર્તિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું એ બદલ પણ હાર્દિક અભિનંદન.

  24. Jay Mataji Milindbhai!

    Sabdo Ma Ghani trevad Che! Tamari Be thi Tran Kavita/Gazal Vaanchi che ! ghana Vakhat pachi Ek sari Gujarati Gazal Vaanchi Aaje. Mane Gamya e sher:
    Hu svapna Bhala Kya thi vaavu jai puch virah ni rato ne
    Aahi roj nirasa fange che ahi roj nirasa uge che!

    Carry on!

    Devendra gadhavi( UK)

  25. તુઁ આવ અષાઢી રાતે …..વરસાદ બનેીને મળવુઁ છે…વાહ કવિ !

  26. હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
    અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

    વાહ…I am speechless.

  27. સૌરાષ્ટ યુનિ. જૂનાગઢ અમરેલી પોરબંદર દ્વારા યોજાયેલા યુથ ફેસ્ટીવલમાં ગઝલ અને પાદપૂર્તિ સ્પર્ધામાં જુનાગઢના શ્રી મિલિંદ ગઢવીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
    અભિનંદન
    તે પાદપૂર્તિ અને તેના અહેવાલ માણવા મળે તે આશા
    મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
    સુંદર્
    તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે

  28. જયશ્રી, આ યોગાનુયોગ છે કે શું? આજે ટહુકો પર મિલિંદની આ રચના અને આજના છાપામાં આ સમાચાર
    “સૌરાષ્ટ યુનિ. જૂનાગઢ અમરેલી પોરબંદર) દ્વારા યોજાયેલા યુથ ફેસ્ટીવલમાં ગઝલ અને પાદપૂર્તિ સ્પર્ધામાં જુનાગઢના શ્રી મિલિંદ ગઢવીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.”

    વાહ મિલિંદભાઈ વાહ.. અહિ આ રચના વાંચીને ભાઈ, તો મારા ઘરના ઓટલે તારા મોઢે સાંભળેલી આ જ રચનાની રજુઆત યાદ આવી ગઈ. તેં સંભળાવી અને પછી કેદારે ગાઈ… શું માહોલ જામેલો…

  29. હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
    હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

    વાહ વાહ્………

    ક્યા ક હે ના!!!!!!!!!!

    બ ો ત ખૂ બ્!!!!!!!!!!!

Leave a Reply to mukesh parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *